ડાંગરની આવક શરૂ:ઓલપાડ તાલુકામાં ડાંગરની આવક શરૂ પરંતુ પાકમાં ઉતારો ઓછો આવતા 1 લાખ ગુણીની ઘટનો ભય

ઓલપાડ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઓલપાડ તાલુકામાં ચોમાસું ડાંગર ની મોટા પાયે ખેતી થતી હોય ત્યારે ચાલુ વર્ષે 2500 હેક્ટરથી વધુમાં વાવણી કરવામાં આવી હતી. ત્યારે ડાંગરની મોટા પાયે વાવણી સાથે મબલક પાક અને ઉંચો ભાવ મળવાની ખેડૂતોને મોટી આશા હતી ત્યાં જ તાઉતે વાવાઝોડા સાથે આટલુંજ નહી હોય ત્યાં પાછોતરો વરસાદ થતા ડાંગરના તૈયાર થયેલા પાકને મોટું નુકસાન થયાનું નોધાયું હતું.

ઓલપાડ તાલુકામાં હાલ ચોમાશું ડાંગરના પાકની લરણી સાથે સહકારી મંડળીઓમાં ડાંગરના પુલીગની કામગીરી શરૂ થતા 20 દિવસમાં ઓલપાડ તાલુકાની ડાંગર ખરીદતી સહકારી મંડળીઓમાં 2 લાખ ગુણી ડાંગરની આવક થઈ છે. જે ગત વર્ષની સરખામણી માં 50,000 ગુણી ઓછી છે. જેથી ખેડૂતોને મોટી આર્થિક નુકસાની થવાનું કહેવાય રહ્યું છે.

ગત વર્ષ કરતા સ્ટોક ઓછો રહેશે
પાકનો ઉતારો ઓછો આવતાની સાથે જ સહકારી મંડળીઓમાં પણ ડાંગરની આવક ઓછી થશે. મંડળીના વહીવટ કરતા સહકારી આગેવાનોના કહેવા મુજબ ગત વર્ષે તાલુકાના 4 સહકારી મંડળીઓ મળી 6 લાખથી વધુ ગુણી ડાંગરની આવક થયેલી જેની સરખામણીમાં આ વર્ષે 5 લાખ એટલેકે 1 લાખ ગુણીની ઓછી આવે તેમ છે. ત્યારે મંડળીઓમાં પણ ડાંગરનો સ્ટોક ઓછો રહેવાથી ઘટ ઉભી થવાની શક્યતાઓ છે.

અન્ય સમાચારો પણ છે...