તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુષણ:ઓલપાડ તાલુકામાં ભાડા પર મળતા ફાર્મ હાઉસ બન્યા ગુનાખોરીના અડ્ડા

ઓલપાડ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પિંજરત ગામે આવેલ રોયલ વિલા ફાર્મ હાઉસ જ્યાંથી બનાવતી ઈન્જેકશન બનાવવાની ફેકટતી ઝડપાઇ હતી. - Divya Bhaskar
પિંજરત ગામે આવેલ રોયલ વિલા ફાર્મ હાઉસ જ્યાંથી બનાવતી ઈન્જેકશન બનાવવાની ફેકટતી ઝડપાઇ હતી.
 • વિવિધ ફાર્મ હાઉસ બન્યા દારૂની મહેફિલ, જુગાર અડ્ડા સહિતના દુષણના કેન્દ્ર
 • ફાર્મ હાઉસ માટે પ્રતિદિન રૂ.5000 સુધીનું ભાડું વસૂલાય છે, પિંજરત અને દાંડીમાં જ 25 ફાર્મ
 • પિંજરતનું રોયલ વિલા જ્યાં નકલી રેમડેસિવિર બનાવાતું હતું

ઓલપાડ તાલુકાના ગામડાઓમાં નાની જમીન ખરીદી તેમાં ફાર્મ હાઉસ બનાવી ભાડે આપવાનો વેપલો જોરમા ચાલી રહ્યો છે. આ ગોરખ ધંધા કરતા સમાજ વિરોધી તત્વો ફાર્મ હાઉસ ભાડે રાખી બિન્દાસ પણે ગુનાહિત પવૃત્તિ કરતા હોવાનું પણ શનિવારે પિંજરત ગામે ફાર્મ હાઉસ માંથી બનાવતી નકલી રેમડેસિવીર ઈન્જેક્સન બનાવવાની ફેક્ટરી ઝડપાતા નોધાયું છે.સુરત શહેરને અડીને આવેલો ઓલપાડ તાલુકો તાલુકાના અનેક ગામો સુરત શહેરથી માત્ર ૫ થી ૭ કિલોમીટરના અંતરમા જ આવેલા હોવાથી સુરત શહેરના લોકો ઓલપાડ તાલુકાના આ ગામોના વધારે સંપર્કમાં રહે છે.

મોજીલા સુરતીઓને વીક એન્ડ સહિતની પાર્ટીઓની મજા કરવામાં માનતા હોય, તાલુકાના ગામડાઓમા ફાર્મ હાઉસ બનાવી ભાડે આપવાનો વેપલો ચલાવાય છે. નજીવા ભાડે અને કોઈપણ પ્રકારની રોકટોક કે ખટપટ વગર ભાડે મળતા ફાર્મ હાઉસમા સુરત શહેરથી લોકો અનેક પ્રકારના ગોરખ ધંધા કરવા માટે પણ આવે છે. સુરત શહેરથી ગણત્રીની મિનિટોમાં ગામડાઓ સુધી પહોંચી જવાતું હોવાથી સુરતીઓ ફાર્મ હાઉસ ભાડે રાખી પાર્ટીઓ કરતા થયા છે.તહેવારો સાથે રજાના દિવસોમાં બહારથી આવતા લોકોથી ઉભરાતા ફાર્મ હાઉસમા દારૂની મહેફિલો, જુગાર અને લલનાઓ લાવી ફાર્મ હાઉસમાં રંગરેલિયા મનાવા સહિતના અનેક ગોરખ ધંધા થતા આવ્યા હોવાનું પણ નોધાયું છે.

અનેક લોકોએ ખેતરોમાં ફાર્મ હાઉસ બનાવ્યા છે. જયારે પિંજરત અને દાંડી આ બે ગામની સીમમાં જ 25 થી વધુ ફાર્મ હાઉસ આવેલા છે. જે પ્રતિ દિન 1000 થી 5000 રૂપિયા સુધી ભાડેથી આપવામાં આવે છે. ફાર્મ હાઉસમાં ચાલતા ગોરખ ધંધાઓ બાબતે ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયતોમાં ફરિયાદ કરતા માત્ર નામ પૂર્તિ કાર્યવાહી કરવામાં આવે છે.

જયારે સ્થાનિકોની મિલી ભગતે ચાલતા આવા ધંધાને લઈને મોટી ઘટનાઓને પણ અંજામ આપવામાં આવતી હોવાનું શનિવારે ઓલપાડ તાલુકાના પિંજરત ગામે ફાર્મ હાઉસમાં બનાવતી ઈન્જેક્સન બનાવવાની ફેક્ટરી પકડાતા નોધાયું છે. ફાર્મ હાઉસમાં ગુનાહિત વેપલો કરનાર પોલીસથી બચવા માટે ગામના સ્થાનિકોને વોચમાં રાખવા રૂપિયા આપી કામે લેતા હોય, ઓલપાડ પોલીસ માટે પડકાર રૂપ બાબત છે.

આ ગામોમાં સૌથી વધુ ફાર્મ હાઉસ આવ્યા છે
સુરત શહેરને અડીને આવેલા ઓલપાડ તાલુકાના ગામોની વાત કરીએ ટો દિહેણ, પિંજરત, તેના, બરબોધન, અરીયાણા, સરોલી, માસમાં, કરમલા, ગોથાણ, ઉમરા, સેગવા, વસવારી, જોથાણ, શેરડી, કનાજ, માધર, સીથાણ, ખલીપોર, શ્યાડલા, કારેલી, પરિયા, સાંધીયેર, અંભેટા આ ગામોની સીમમાં સૌથી વધુ ફાર્મ હાઉસ છે જે ભાડા પતે પણ આપવામાં આવે છે.

ગોરખધંધાઓ અટકાવવા માટે પોલીસમાં ફરિયાદ કરીશું
પિંજરત ગામની સીમમાં બનેલા ફાર્મ હાઉસ મા રજાના દિવસોએ અને તહેવારો પર લોકો મોજશોખ માટે મોટી સંખ્યામાં આવતા હોય સાથે ફાર્મ હાઉસમાં ગોરખ ધંધા ચાલતા હોવાની ગ્રામજનોએ વારંવાર રજૂઆત કરતા ફાર્મ હાઉસ ભાડે પટે આપવાની કામગીરી બંધ કરવા અમે તમામ ને લેખિત નોટીસ આપી છે છતાં હજુ પણ આ વેપલો ચાલતો હોય હવે પછી આ બાબત ધ્યાને આવતા પંચાયત પોલીસ ફરિયાદ કરવાની કામગીરી કરાવશે. > પિયુષ પટેલ, સરપંચ, પિંજરત ગામ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો