આપઘાત:ઓલપાડમાં ખેડૂતે ઝેરી દવા પી આપઘાત કર્યો

ઓલપાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના નરથાણ ગામે ઘાસ મારવાની ઝેરી દવા પી ગયેલા ખેડૂતનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે, જેના પગલે નજીકના દિવસોમાં આવતી દિવાળીના ખુશાલી પર્વે કોળી પટેલ પરિવારજનોમાં શોકનો માતમ ફેલાયો છે.

આ ઘટના અંગે મળતી વિગત મુજબ પરેશભાઈ દલપતભાઈ પટેલ(43) ઓલપાડ તાલુકા નરથાણ ગામના નવાપરા ફળિયામાં રહી ખેતી કરી પરિવારજનોનું ગુજરાન ચલાવતા હતા.તેઓ ગત તા.16 ના રોજ નરથાણ ગામે તેમના ઘરથી થોડા અંતરે આવેલ ખેતર ગયા હતા,ત્યારે ખુલ્લા ખેતરમાં સાંજના સુમારે કોઈ અગમ્ય કારણસર ઘાસ મારવાની ઝેરી દવા પી ગયા હતા, જેથી તેમને પ્રાથમિક સારવાર અર્થે સારવાર મોરાભાગળ સુરત શહેર ખાતેની એક ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબે ઝેરી દવા પીવાનો કેસ હોવાથી ના પાડતા તેમને વધુ સારવાર માટે સુરત ખાતેની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જ્યાં સારવાર દરમ્યાન મંગળવારના રોજ સવારે 09 કલાકે તેનું પ્રાણ પંખીડું ઉડી ગયું હતું.આ મામલે મૃતકના ભાઈ નિતીન પટેલે ઓલપાડ પોલીસને જાણ કરી હતી, જેથી પોલીસે હાલ તો અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે.પરંતુ મૃતકે ક્યા કારણોસર ઝેરી દવા પીધી તેની વધુ તપાસ ઓલપાડ પોલીસ મથકના અ.હે.કો. અજીતસિંહ ગોવિંદસિંહ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...