તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નુકસાન:દેલાડમાં કેમિકલયુક્ત પાણી ખેતરોના ઉભા પાકમાં ફરી વળ્યું

ઓલપાડ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
નજીકમાં આવેલા ઔદ્યોગીક કારખાનાઓ દ્વારા સિંચાઇની ફિલ્ડ ચેનલમ છોડવામાં આવતું કેમિકલ યુક્ત દૂષિત પાણી ખેતરોમાં ફરી વળતાં ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન. - Divya Bhaskar
નજીકમાં આવેલા ઔદ્યોગીક કારખાનાઓ દ્વારા સિંચાઇની ફિલ્ડ ચેનલમ છોડવામાં આવતું કેમિકલ યુક્ત દૂષિત પાણી ખેતરોમાં ફરી વળતાં ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન.
  • 100થી વધુ કારખાનામાંથી ઝેરી કેમિકલયુક્ત પાણી સિંચાઇની ફિલ્ડ ચેનલમાં છોડાતું હોવાથી ખેડૂતોની હલત કફોડી

દેલાડ ગામે આવેલ ઔદ્યોગિક વિસ્તારમાં કાર્યરત ઉદ્યોગો દ્વારા ઝેરી કેમિકલ વાળું ખેતી અને માનવજાતિને નુકસાન થાય તેવું તીવ્ર દુર્ગંધ મારતું પાણી સિંચાઇના પાણી વાળી ફિલ્ડ ચેનલમાં ગેરકાયદેસર છોડતા બુધવારે ગટરલાઈન માં ભંગાણ થતા કારખાનાઓનું કેમિકલ વાળું પાણી ખેતરના ઉભા પાકમાં ફરિવળતા ખેતીના પાકોમાં મોટી નુકસાની થવાની બીકે ખેડૂતો દોડતા થયા હતા.

ઓલપાડ તાલુકાના દેલાડ ગામે અનેક ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ આવેલા છે જેમાં મોટાપાયે કાપડ વણાટ ના વોટરજેટ મશીનથી ચાલતા કારખાનાઓ કાર્યરત હોય. બોરિંગ દ્વારા ભૂગર્ભ માંથી મીઠા પાણી મેળવી કારખાના ચલાવાતા આવ્યા છે. ત્યારે કારખાનામાં કામે લેવાયેલું પાણી ઝેરી કેમિકલને લઈને ખેતી તથા માનવજાતિ માટે ખતરા રૂપ છે. આટલુંજ નહિ પણ પાણીનો બચાવ સાથે તેનો યોગ્ય નિકાલ કરવા પ્રદુષણ અને નિયંત્રણ બોર્ડ દ્વારા કારખાનાઓમાં ફરજિયાત ETP પ્લાન લગાવવાનો નિયમ અને કાયદો બનાવ્યો હોય. છતાં દેલાડ ગામે આવેલ ગોલ્ડન, રોયલ અને નાથુજી ઇન્ડસ્ટ્રીઝ સાથેના અન્ય ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં મોટા પાયે કાર્યરત વોટરજેટ મશીન વાળા કારખાનાઓમાંથી ગેરકાયદે બે રોકટોક કેમિકલ યુક્ત પાણી સિંચાઇની ફિલ્ડ ચેનલમાં છોડવામાં આવી રહ્યું છે.

ત્યારે દેલાડ વસવારી રોડ પર આવેલ રોયલ અને નાથુજી ટેક્ષટાઇલના 100 થી વધુ એકમો દ્વારા ગેરકાયદે ગટર લાઈન નાખી કેમિકલ યુક્ત પાણી ખાડીમાં જાહેરમાં બેરોકટોક રીતે છોડવાની ગેરકાયદેસરની ખતરારૂપ કામગીરી કરવામાં આવતી હોય. મંગળવારની રાત્રે ચોરી છુપી રીતે અહીં ગટર લાઈન નાખવાની કામગીરી થતી હોય તે સમયે જૂની લાઈન તૂટતા કેમિકલ વાળું પાણી મોટાપાયે અહીંના બાજુમાં આવેલા ખેતરોમાં ઉભા પાકોમાં ફરી વળ્યું હતું. કેમિકલ યુક્ત પાણી ખેતરોમાં ભરાતા ખેડૂતો પોતાનો ઉભો પાક બચાવવા દોડતા થયા હતા. કલર સાથે કેમિકલવાળું ખૂબ દુર્ગંધ મારતું પાણી ખેતરોમાં ભરાતા અહીંના આજુ બાજુના વિસ્તરના ખેડૂતોના પાકને મોટાપાયે નુકસાની થવાનું પણ કહેવાય છે.

દૂષિત પાણી છોડનારા સામે પગલા લેવાની જગ્યાએ ઉલટાની મદદ કરાઇ હોવાની ચર્ચા
સિંચાઇની ફિલ્ડ ચેનલમાં કેમિકલ વાળું પાણી છોડનારા ઉદ્યોગો સામે કાર્યવાહી કરવાને બદલે દેલાડ પંચાયત તલાટીએ ઊલટું તેમને ગટર લાઈન નાખવામાં મદદરૂપ થવા પંચાયતના લેટરપેડ પર GEB ને પત્ર લખી પાવર બંધ કરવા ભલામણ કરી કારખાના વાળોને મદદ કરી હોવાની ગ્રામજનોમાં ચર્ચા છે.

GPCB માં ફરિયાદ છતાં કોઈ કાર્યવાહી નહીં
કારખાનાઓમાંથી છોડાતું કેમિકયુક્ત પાણી મારા ખેતરમાં ભરાયું ત્યારે મેં પંચાયતના તલાટીને ફરિયાદ કરતા તેમણે કોઈ કામગીરી ન કરતા અંતે GPCB ના અધિકારીઓને પણ ટેલિફોનિક ફરિયાદ કરી છે. ત્યારે મારી ફરિયાદના સંદર્ભમાં કોઈ અધિકારી સ્થળ પર નથી આવ્યો ત્યારે તેમની દાનત ખોરી હોવાનું નોંધાયુ છે. જો અત્યાર બાદ પણ GPCB કોઈ કામગીરી નથી કરતી તો હું કાયદાકીય પડકારીશ. > રાકેશભાઈ પટેલ, સુગર ચેરમેન

અન્ય સમાચારો પણ છે...