તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરી:માસમાં ગામે કાપડના 2 લાખના 120 નંગ તાકા ચોરી જતાં 4 યુવકો

ઓલપાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વ કામદારે પોતાના ઘરે તાકા રાખ્યા હતા

ઓલપાડના માસમાં ગામે કારખાનામાં રાખેલા નાયલોન અને પોલીસ્ટર કાપડાના 120 ટાકા બે મહિના પહેલા ચોરી થવાની ઘટનામાં ચોર સગે વગે કરવાની પેરવીમાં હોવાની માહિતી કારખાનાના માલિકને મળતા શોધખોળ કરવા છતાં ન મળતા અંતે પોલીસમાં ફરિયાદ નોધાવી હતી.

સુરત 235 સુંદરવન રો હાઉસ દાંડી રોડ જહાંગીરાબાદ ખાતે રહેતા અશોકભાઈ પટેલનું માસમાં ગામની સીમમાં જય જલારામ ઇન્ડસ્ટ્રીમાં કાપડ બનાવવાનું સાઈ ઓમ શિવ ટેક્ષટાઈલ નામે કારખાનું છે. 31 મેના રોજ કારખાનાના બીજા માળે નાયલોનના 94 અને પોલીસ્ટરના 26 ટાંકા મળી કુલ કીમત રૂપિયા 2,42,274 ના 120 નંગ ટાકા મુકેલા હતા.

ત્યારે કારખાનામાં કામ કરતા કારીગરો કારખાનું બંધ કરી ઘરે ચાલી ગયા બાદ, બીજે દિવસે સવારે આવી કારખાનું ચાલુ કરવા સાથે બીજે માળે મુકેલા કાપડના ટાકા લેવા કારખાનામાંથી ચોરી થવા બાબતે અશોકભાઈ ને જાણ કર્યાબાદ બે ભાઈઓ સાથે મળી તાકા શોધખોળ કરતા હતા.

ત્યારે 03/05/21ના રોજ અશોકભાઈના કારખાનામાં અગાઉ કામ કરી ગયેલ કારીગર સુજનભાઈએ ફોન કરીને માહિતી આપી હતી કે તેમના કારખાના માંથી ચોરી થયેલા ટાકા ઓલપાડના ઉમરા ગામે અક્કાના ઘરે છે. જે અક્કો, રઘુ ભરવાડ, તથા રાજુ અને મહેન્દ્ર ભેગામળી સગેવગે કરવાના છે.

ચોરીના ટાકા અક્કાના ઘરે હોઈ તેની તપાસ કરવા સુધી ન મળતા અંતે ચોરીની ઘટના બાબતે ઓલપાડ પોલીસે નિતેશભાઈ ઉર્ફે અક્કો નટવરભાઈ ગામિત, રઘુ બ્ક્કાભાઈ ભરવાડ, રાજુ અને મહેન્દ્ર ઉર્ફે મોટું માથુંનો વિરૂદ્ધ ગુનો નોધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...