હુમલો:મારા બાકી નીકળતાં રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાંખીશ

ઓલપાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓલપાડ બજારમાં વેપારી પર સળિયાથી હુમલો કરાયો

ઓલપાડ બજારમાં ડેરી અને બેકરીની દુકાન ચલાવતા માલિકને ત્રણ ઈસમોએ બાકી નીકળતા રૂપિયાની અદાવતમાં લોખંડનાં સળિયાથી ફટકારી માર મારતા ઈજાગ્રસ્તે ઓલપાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. મનોજભાઇ છગનભાઇ પટેલ(.48), ઓલપાડ તાલુકાના કદારામા ગામે પટેલ ફળિયામાં રહે છે. તેઓ ઓલપાડ બજારમાં મુકુન્દ ડેરી એન્ડ બેકરીના નામથી દુકાન ચલાવતા હોવાથી દુકાનમાં પત્નિ સંગીતાબેન મદદ કરે છે.

આજે શુક્રવાર,તા-17 ના રોજ બપોરે-12 કલાકના સુમારે મુળ ઓલપાડ તાલુકાના તળાદ ગામના રહીશ જીતેન્દ્ર પટેલ અને તેની પત્ની બેલાબેન(હાલ રહે.જહાંગીપુરા,સુરત શહેર)તથા તેનો ભાણેજ ભલાભાઈ ફરિયાદીની દુકાને આવ્યા હતા. આ ઈસમોએ ફરિયાદી પાસેથી બાકી નીકળતા રૂપિયા લેવા બાબતે ઝઘડો શરૂ કર્યો હતો. જેથી ફરિયાદીએ વિનંતી કરી હતી કે હાલ મારી પાસે રૂપિયા નથી. મારી જમીન વેચાય એટલે તમારા બાકી નીકળતા રૂપિયા આપી દઇશ, પરંતુ તેઓએ ફરિયાદી પરિવારને નાલયક ગંદી ગાળો આપી ઢિક્કા-મુક્કીનો માર માર્યો હતો.

જયારે ભલાભાઇએ તેના હાથમાનો લોખંડનો સળીયો ફરિયાદીને માથામાં મારી ઇજા પહોંચાડી હતી. જેથી ફરિયાદીને સારવાર અર્થે ઓલપાડ ખાતેનાં ખાનગી દવાખાનામાં લઈ જવાતા તેને માથાના ભાગેમને માથાના ભાગે ૧૨ ટાંકા આવ્યા હતા. જયારે આરોપીઓ ધમકી આપતા કહ્યું હતું કે,આજે તો તું બચી ગયો છે,મારા બાકી નીકળતા રૂપિયા આપી દેજે નહીં તો તને જાનથી મારી નાંખીશ. આ બાબતે મનોજ પટેલે ઓલપાડ પોલીસ મથકમાં તળાદ ગામના વતની જીતેન્દ્ર પટેલ,તેની પત્ની બેલાબેન(બંન્ને રહે.સરોલી જકાતનાકા)તથા ભાણેજ ભલાભાઇ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...