વિવાદ:માછલી પકડવા આવશો તો મારી નાખીશું, કહી પિતા-પુત્રને માર મરાયો

ઓલપાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માછલી પકડવાની વાતે ઓલપાડ પોલીસે 7 વિરૂદ્ધ ગુનો

સરસ ગામે ગ્રામપંચાયત હસ્તકના તળાવમાં ઉછેરેલી માછલી પકડવા ગયેલા બાપ અને દીકરાને ગામના હળપતિ સમાજના 7 જેટલા લોકોએ ભેગા મળી માર મારવા સાથે જાનથી મારી નાખવાની ધમી આપવા બાબતે ઓલપાડ પોલીસે 7 ઇસમો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

સરસ ગામે સરદાર આવાસ ફળિયું માં રહેતા સુખદેવભાઈ મોતીભાઈ રાઠોડ (50)જે માછીમારી તથા ખેતમજુરી કરી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવતા હોય ત્યારે સરસ ગ્રામ પંચાયત હસ્તકના તળાવમાં માછલી ઉછેર કરતા આવ્યા હોય ગત શનિવાર ને 30/10/2021ના રોજ સાંજે સાડા ચારેક વાગ્યાના સુમારે પુત્ર કલ્પેશ સાથે માછલી પકડવા નીકળી માછલી પકડવાની જાળ તળાવમાં નાખી પરત ઘરે જવાની તૈયારી કરતા હતા ત્યારે ઠાકોરભાઈ નરોતમભાઈ રાઠોડ તથા નીરજ નગીનભાઈ રાઠોડ, હિરેનભાઈ ઠાકોરભાઈ રાઠોડ અને જશવંતભાઈ ભીખુભાઈ રાઠોડ તળાવ પર આવી સુખદેવભાઈ ને કહેતા હતા કે તમે આ તળાવ માંથી માછલી કેમ પકડો છો તેમ કહી નાલાયક ગાળો બોલી સુખદેવભાઈને માર માર્યો હતો.

સુખદેવભાઈનો પુત્ર કલ્પેશ છોડાવવા માટે વચ્ચે આવતા ઠાકોર ભાઈએ તેના હાથમાં લાકડીના સપાટા વડે ડાબા પગના ઘુંટણ પાસે સપાટો માળેલ. તથા નીરજભાઈ રાઠોડ અને હિરેનભાઈ રાઠોડ તેમજ જશવંતભાઈ રાઠોડે સુખદેવભાઈને માર મારી જાનથી માંરીનાખવાની ધમકી આપી હતી. હવે પછી તળાવમાં માછલી પકડવા આવશે જાનથી માંરીનાખશું એવી ધમકીની ઘટનામાં ઓલપાડ પોલીસે 7 વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...