તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:‘આજ પછી જો પૈસાની ઉઘરાણી કરી છે તો જાનથી મારી નાંખીશું’

ઓલપાડ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાયણમાં બાકી રૂપિયા માંગનારા યુવકને ટપોરીઓની ધમકી

ઓલપાડ તાલુકાના સાયણ ટાઉનમાં ફરી સક્રિય થયેલ આંતકી ટોળકીએ એક પર-પ્રાંતિ શ્રમજીવીએ ઉછીના રૂપિયાની ઉઘરાણી કરતા તેને ચપ્પું બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી છે.જેના પગલે પોલીસે ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

ઓલપાડ તાલુકાના સાયણ ટાઉનમાં થોડા દિવસ પહેલા બે જૂથોએ ખુલ્લેઆમ તલવાર, ચપ્પું ઉછળ્યા બાદ ફરી એક ટપોરી ટોળકીએ ચપ્પું બતાવી આંતક ફેલાવ્યો હોવાનો ગુનો ઓલપાડ પોલીસના ચોપડે નોંધાયો છે.જેના પગલે સાયણ વિસ્તારની ગ્રામ્ય પ્રજામાં ફરી ભયનો માહોલ ફેલાયો છે.મુળ મધ્યપ્રદેશ રાજ્યના વતની અનિલકુમાર શ્રીરામ કુશવાહા (31) છેલ્લા ત્રણ વર્ષથી જગદીશના મ.નં.40,ધર્મનંદન રો-હાઉસ, દેલાડ મુકામે ભાડાના મકાનમાં રહે છે. તે દેલાડના ગોલ્ડન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ઉમેશભાઇના આશાપુરા ઇન્ડસ્ટ્રીયલ નામના ખાતામાં બારપીન મશીન ચલાવવાનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.

એકાદ વર્ષ પહેલા કોરોના લોકડાઉન સમયે સાયણમાં રહી પુંઠાનો ધંધો કરતા જાવેદ કમરૂદ્દીન શેખ નામના શખ્સે તેની પાસેથી વતનમાં જવા ગાડી ભાડે કરી આપવાના બહાને ટુકડે-ટુકડે રૂપિયા 1,07,000 રૂપિયા લીધા હતા.પરંતુ બસ ચાલુ થઇ જતા ફરિયાદી વતનમાં પરિવારજનો સાથે બસમાં જતા રહ્યા હતા. ત્યાર પછી તેઓ ત્રણેક મહિના પછી ઓગસ્ટમાં સાયણ પરત આવ્યા,ત્યારે તેમણે જાવેદ શેખ પાસે રૂપિયા 1.07 લાખની ઉઘરાણી શરૂ કરી હતી, પરંતુ તે બહાના બતાવી રૂપિયા આપતો ન હતો. જયારે ગત તા-31 ઓગસ્ટના રોજ સવારના નવેક વાગ્યાના સુમારે જાવેદ તેના મિત્રો સંજય બિહારી અને હિતેશ સોલંકી સાથે ફરિયાદીના ઘરે ઘસી આવ્યા હતા.

આ ટપોરીઓએ ફરિયાદીને ફોન કરી ઘરની બહાર બોલાવી ગાળા-ગાળી કરી ઢિક્કા-મુક્કીથી માર માર્યો હતો અને તેની સ્પેલન્ડર પ્લસ મો.સા. નંબર- (GJ- 05SG-9855)ની સીટ તથા ટાયરમાં ચપ્પું મારી તેને ફાડી નુકસાન કર્યું હતું. જયારે ત્રણે આરોપીઓએ જતી વખતે તેને ચપ્પું બતાવી ધમકી આપી હતી કે,જો આજ પછી અમારી પાસે પૈસાની ઉઘરાણી કરી છે,તો તને જાનથી મારી નાંખીશું.

આમની સામે પોલીસમાં ફરિયાદ કરાઇ
જાવેદ કમરુદીન શેખ (રહે-જનતા નગર,કાશી ફળિયું,સાયણ,તા.ઓલપાડ),હિતેશ સોંલકી (રહે-30,ભક્તિધારા સોસાયટી,સાયણ)તથા સંજય બિહારી નામનો એક શખ્સ.

અન્ય સમાચારો પણ છે...