કાર્યવાહી:પતિની હત્યારી પત્ની અને તેનો પ્રેમી પાંચ દિવસના રિમાન્ડ પર

કીમ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગત 15 મેએ ઉમરાછીના માજી સરપંચની હત્યા કરાઇ હતી

ઓલપાડ તાલુકાના ઉમરાછી ગામે પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી દીધાની ચકચારી ઘટનામાં આરોપી પત્ની અને પ્રેમીના 5 દિવસના રિમાન્ડ કોર્ટે મંજુર કર્યા હતા. ગત તારીખ 15/5/2022 ના રોજ ઓલપાડના ઉમરાછી ગામે રહેતા માજી સરપંચ અને વકીલ વિરેન્દ્રસિંહ સેવાણીયાની હત્યા પત્ની ડિમ્પલે પ્રેમી હેમંત ઉર્ફે પિન્ટુ શર્મા સાથે મળી કરી હતી.ત્યારે સદર ચકચારી ઘટના ને અકસ્માત મોતમાં ખપાવી પત્ની ડિમ્પલ અને પ્રેમી હેમંત શર્માએ પોલીસ અને પરિવાર ને ગેરમાર્ગે દોરી હતી.પણ પોલીસે શંકાના આધારે તપાસ કરતા પત્ની ડિમ્પલ અને પ્રેમી હેમંત શર્માએ હત્યા કર્યાનું કબુલ્યું હતું.

ત્યારે બન્ને આરોપીઓની એસઓજીએ ધરપકડ કર્યા બાદ કીમ પોલીસને સોંપતા આજરોજ બન્ને આરોપીઓને કોર્ટમાં હાજર કરતા પોલીસે 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટે આરોપીઓના આગામી તા-15/6/2022 સુધીના 5 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. ત્યારે સદર હત્યા પ્રકરણમાં બીજી વિગતો બહાર આવવા સાથે અન્ય કોઈ વ્યક્તિ પણ હત્યામાં સામેલ છે કે કેમ તે બાબત પણ બહાર આવી શકે છે તેમ જાણવા મળે છે.અત્રે ઉલ્લેખનીય છે કે સુરત જિલ્લા વકીલ મંડળ દ્વારા જિલ્લાના કોઈપણ વકીલ આરોપીઓ ના કેસ નહિ લડે તેવા ઠરાવને પગલે કોઈ વકીલ હાજર રહ્યા ન હતા.

અન્ય સમાચારો પણ છે...