તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
લોકડાઉનને લઈને ફસાયેલા પરપ્રાંતીય મજૂરોને મદદ પૂરી પાડવાને બદલે રઝળતા કરતા ભૂખ્યા તરસ્યા રહીને વલખા મારતા અંતે જીવને જોખમે પગપાળા વતન જવા માટે નીકળેલ શ્રમિકોનું એક મોટું ટોળું રવિવારની મોડી રાત્રે દેલાડ ચેક પોસ્ટ પર પહોચ્યું હતું. તેમની હાલત જોઈ, હાજર દિવ્ય ભાસ્કરના પ્રતિનિધીએ દેલાડ સરપંચને બોલાવી શ્રમિકોને મદદરૂપ થવાનું કહેતા ભોજન સાથે રહેવાની વ્યવસ્થા અને સરકાર પાસે મંજૂરી મેળવી એમ.પી બોર્ડર સુધી પહોચાડવાની કામગીરી કરી હતી.
3 થી 4 દિવસ એક ટાઈમ જમવાનું મળતું હતું
મધ્યપ્રદેશના 37 શ્રમિકો સુરત મોરાભાગળ બિલ્ડરને ત્યાં રહી કલરકામ કરતા હતા. લોકડાઉનને લઈને ફસાતા સાઈટ પર રહેતા હતા. તેઓ પગપાળા વતન જવા હાઇવે પર પહોચતા પોલીસે અટકાવી પરત કર્યા હતાં. 3 થી 4 દિવસ એક ટાઈમ જમવાનું મળતું હતું. જમવાનું બંધ થતા ભૂખે રહેવાનો વારો આવ્યો હતો. 37 શ્રમિકોમાં એક મહિલા તેના 2 માસુમ બાળકો સાથે ગુરુવારથી સદંતર જમવાનું ન મળતા રખડીને જમવાની મદદ માંગતા હતા.
શ્રમિકોને રાત્રે 1 વાગે નાસ્તો આપવા સાથે આરામ કરવાની વ્યવસ્થા કરી
શ્રમિકોએ વતન જવાનું વિચારી રવિવારે પગપાળા સુરતથી વરીયાવ તરફ ખેતરમાંથી કાચા રીંગણ ખાઈને ભૂખ સંતોષી હતી. દેલાડ ચેકપોસ્ટ પર પહોચતાં પોલીસે રોકતા ત્યાં દિવ્ય ભાસ્કરના પ્રતિનિધિ હાજર હોય, શ્રમિકોની હાલત જોઈને મદદરૂપ થવાનું વિચારી દેલાડ સરપંચ ભાવિનભાઈ પટેલને બોલાવી શ્રમિકો સાથે મુલાકાત કરાવતા મદદ કરવા તૈયાર થયા. શ્રમિકોને રાત્રે 1 વાગે નાસ્તો આપવા સાથે આરામ કરવાની વ્યવસ્થા કરી હતી. જયારે 1100 કિલોમીટર પગપાળા ચાલી વતન જવા મક્કમ મજૂરો સાથે ઓરંગાબાદ જેવી ઘટના ન બને તે માટે તમામને મધ્યપ્રદેશ પહોચાડવાનું વિચારી સરપંચ ભાવિનભાઈ પેટેલે તમામના ઓળખકાર્ડ મેળવ્યા હતા. મંજૂરી માટે સોમવારની મહેનતના અંતે મધ્યપ્રદેશની બોર્ડરના ગામ સુધી જવા મંજૂરી મળતા સરપંચે પોતાના ખર્ચે શ્રમિકોને મૂકવા જવા વ્યવસ્થા કરી હતી.
ટ્રેન મેં જાને કે લીયે ભટકતે રહે પર મદદ નહીં મિલી
હમે પતા ચલાકી મધ્યપ્રદેશ જાનેકે લીએ સરકારને ટ્રેન ચલાઈ હે, તો મેં થોડા પઢના લિખના જાનતા હું. હમ 7 લોગ એક હપ્તે પહેલે સુરત સ્ટેશન ટિકિટ બુકિંગ કરને કે લીએ પહુંચે તો, પોલીસને હમે રોકલિયા હમને હાથ જોડે તો જાને દીયા, સ્ટેશન સે બહાર નિકલે તો એક ભાઈને હમે 20 રૂપિયા લેકે ફોર્મ દેનેકા કહાં તો, 750 રૂપિયે દે કે 37 ફોર્મ લેકે ભટકતે રહે કોઈ મદદ નહી મિલી ઓર પૈસે ભી ખત્મ હો ગયે. - હોરીલાલ સિંહ, શ્રમિક
ઇસ સમય હમે ગાવ પહોચાને મેં મદદ કી આપ હમારે લીયે ભગવાન સે ભી ઉપર હો
ગાવ ઓર પરિવાર છોડ કે હમ કામ કે લીયે આયે ઉસને હમે છોડ દિયા, 3 દિન સે કુછ ખાના નહી મિલા હમ ભટકતે રહે. અંત મે વતન જાનેકી ઠાન લી તો રવિવાર રાત કો હમે ભગવાન કે રૂપમે સરપંચ ઓર પત્રકાર બંધુ મિલે જિસને હમ સબકો ખાના ઓર રહેને કે સાથ ગાછ પહુચાને મેં મદદ કી આપ હમારે લીએ ભગવાન સે ભી ઉપર હે.-રામ ગોપાલજી, શ્રમિક
મદદ કરનાર મોટો ભગવાન
લોકડાઉનને લઈને ફસાયેલા શ્રમિકો 3 દિવસથી ભુખા રહી ખાવા માટે વલખા મારવા છતાં કોઈ મદદ ન મળતા અંતે મધ્યપ્રદેશ વતનમાં પગપાળા ચાલી નીકળતા દેલાડ ખાતે આવી પહોંચતા સરપંચે જમવા સાથે રહેવા અને વતન જવાની સગવડ કરી આપતાં શ્રમિકોએ સરપંચને ભગવાન માની ભગવાનને બાજુ પર રાખી બે હાથ જોડી સરપંચનો આભાર માન્યો.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.