તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ઓલપાડમાં ઝિંગા તળાવની મંજૂરીના નામે હાર્દિક પટેલે કરોડો ખંખેરતા ગુનો દાખલ

ઓલપાડ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
આરોપી હાર્દિક પટેલ - Divya Bhaskar
આરોપી હાર્દિક પટેલ
 • હાર્દિકે મોરાગામના સંદિપ પટેલ પાસેથી ઝિંગા તળાવના નામે 97 લાખ લીધાં હતા
 • હાંસોટ, નવસારી અને ચોર્યાસી તાલુકામાં હાર્દિક ઝિંગા તળાવની મંજૂરી અપાવવાનું કામ કરતો હતો

સુરતના યુવાને ઓલપાડ તાલુકાના કાંઠાના ગામના અને ઝિંગા ઉછેરના વ્યવસાય સાથે જોડાયેલા યુવાનોને મળી તેમને ઝિંગા તળાવ માટે સરકારી જમીન અપાવવાનું કહી તેમની પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવી લીધાં હતા એટલું જ નહીં તેમની અમુક રકમ ઓલપાડ ધારસભ્યને આપી હોવાનું જુઠાણું ચલાવી છેતરપીંડી અને વિશ્વાસઘાત કરવાની વાતે ઓલપાડ પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

ઓલપાડના મોર ગામ ભંડારીવાડ ફળીયામાં રહેતા સંદીપકુમાર ચંપકભાઈ પટેલ(35) જે ઝિંગા ઉછેર વ્યવસાય સાથે જોડાયેલો છે. 3 વર્ષ પહેલા સુરતના હાર્દિક કાંતિલાલ પટેલ સાથે સંદીપના મિત્ર જશવંત પટેલે મુલાકાત કરાવી હતી. જશવંતભાઈ સાથેની મધ્યસ્થીમાં હાર્દિક અને સંદીપ એકબીજા સાથે ટેલિફોનિક સંપર્કમાં રહ્યા બાદ એક દિવસ હાર્દિકે કહેલું કે હું હાંસોટં, નવસારી અન ઓલપાડ અને ચોર્યાસી તાલુકામાં ઝિંગા તળાવની મંજુરી અપાવવાનું કામ કરું છું.

જાન્યુઆરી 2018માં હાર્દિકે ટેલિફોન પર સંદીપનો સંપર્ક કરી તેના ગામ તથા પિંજરતની સીમમાં ખરાબાની જગ્યા પર તળાવોની જાહેરાત થવાની છે. જેથી મંજુરી લેવાની હોય તો, હું કામ કરી આપીશ. સંદીપે ટોકન પેટે 20,00,000 આપ્યા હતા. ત્યાર બાદ 19-9-2018ના રોજ તેના ગામની સીમમાં આવેલ ખારવાળી જમીનમાં ઝિંગા તળાવની જાહેરાત આવતા હવે પિંજરત ગામે તળાવની પણ જાહેરાત આવશે તેમ કહેતા સંદીપે તેના અને પિંજરત ગામ મળી કુલ ૮૫ હેકટર જમીનમાં ઝિંગા તળાવની મંજુરીનું નક્કી કરવા સાથે બંને તળાવનું પેમેન્ટ એક સાથે આપવાનું હાર્દિકે કહેતા સંદીપે ટુકડે ટુકડે બીજા 77,00,000 રૂપિયા આપી કુલ 97,00,000 રોકડા આપ્યા હતા.

28-01-2020ના રોજ મત્સય ઉદ્યોગ વિભાગ ગાંધીનગર દ્વારા તેના ગામની ખરાબાની જમીનમાં ઝિંગા તળાવ ફાળવણી કરતા તેમાં સંદીપ પટેલના નામે તળાવની ફાળવણી ન થતા, હાર્દિકે પિંજરત ગામની ફાળવણીમાં સેટિંગ કરાવી આપવાનું કહ્યું હતું. લાંબો સમય સુધી પિંજરત ગામે સરકારે ઝિંગા તળાવ ફાળવણીની કામગીરી ન કરતા અંતે સંદીપે આપેલા રૂપિયાની ઉઘરાણી કરતા એક દિવસ હાર્દિકે કહેલુ કે તમારા ઝિંગા તળાવની મંજુરીનું કામ ચાલુ છે, અને તે માટે મેં રૂપિયા 50,00,000 લાખ ધારાસભ્ય મુકેશભાઈ ને પણ આપી દીધા છે.

ત્યાર બાદ પણ કોઈ કામગીરી ન થતા સંદીપ અને તેના મિત્રો ધારાસભ્ય મુકેશ પટેલને મળીએ આખી હકીકત થી વાકેફ કરતા તેમણે કહેલ કે મેં તળાવ મંજુરી માટે કોઈ રૂપિયા લીધા નથી, અને મારી કોઈની સાથે ઝિંગા તળાવ બાબતે વાતચીત થઈ નથી. સંદીપે રૂપિયાની ઉઘરાણી કરતા હાર્દિકે 20 લાખ પરત આપેલા જયારે 77 લાખ રૂપિયા પરત ન આપતા અંતે સંદીપે ઓલપાડ પોલીસમાં ફરિયાદ નોધાવતા પોલીસે હાર્દિક વિરૂદ્ધ ગુનો નોધવા સાથે તેની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

જાહેરાત પહેલાં જ માહિતી મળી જતી
ઝિંગા તળાવની પેપરમાં જાહેરાત પહેલા હાર્દિકને તેની માહિતી મળી જતી. જેથી મત્સયઉદ્યોગ વિભાગ ગાંધીનગરથી લઈને સ્થાનિક કચેરીના અધિકારીઓ સાથે તેનું સેટિંગ હોવાનું સ્પષ્ટ થાય છે. આટલુંજ નહી પણ તે અનેક સ્થાનિક રાજકીય આગેવાનોના સંપર્કમાં હતો. સરકારી અધિકારીઓ અને સ્થાનિક આગેવાનોની મીલીભગતમાં કૌભાંડ થયું હોય પોલીસ તપાસમાં અનેક મોટા માથાના નામ ખુલવાની શક્યતા છે.

હું પણ પોલીસમાં ફરિયાદ નોધાવીશ
કાંઠાના ગામના યુવાનોને ઝિંગા તળાવની મંજુરી અપાવવાની બાબતે મારા નામ હાર્દિક પટેલે કરોડોનું ઉઘરાણું કરી લોકો સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યો છે. આટલું જ નહી પણ મારા નામનો ઉપયોગ કરી રૂપિયા ઉઘરાવી મને બદનામ કરવાની કોશિશ કરી મારી બદનક્ષી થઈ છે. ત્યારે હું પણ પોલીસમાં ફરિયાદ નોધાવીશ. આ અંગે હું રાજ્ય ગૃહ મંત્રીને પણ રજૂઆત કરીશ. > મુકેશ પટેલ, ધારાસભ્ય

અન્ય લોકો પણ છેતરપીંડીના ભોગ બન્યા
સંદીપ પટેલ સાથે છેતરપીંડી કરનાર હાર્દિક પટેલે મોર ગામના ભાવેશ નાતાલી તથા ભગવા ગામના રાહુલ સુનીલભાઈ ભગવાકર તથા સુરતના સગરામપુરાના રહેવાશી દશરથભાઈ ધનસુખભાઈ પટેલ સહિતના અન્ય કેટલા લોકો સાથે પણ છેતરપીંડી કરી હોય તેઓ પણ ફરિયાદ નોધવવા પોલીસ સ્ટેશને દોડ્યા હતા. ચોર્યાસી તાલુકા સહિત અન્ય જીલ્લાના ભોગ બનેલા લોકો પણ સામે આવે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો