ઓલપાડ તાલુકાના માધર ગામની સીમમાં આવેલી એક રેસીડેન્સીમાં રહેતા મહારાષ્ટ્રીયન પરિવારની આધેડ મહિલાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. મુળ મહારાષ્ટ્ર વતની રાજેશભાઈ હરણે હાલ ઓલપાડ તાલુકાના માધર ગામની સીમમાં આવેલ મહેક રેસીડેન્સી-1 ના મકાન નં. 32 માં તેની પત્ની નિતાબેન રાજેશભાઇ હરણે(48)સાથે રહે છે, જયારે તેમનો પુત્ર સંજય રાજેશ હરણે પણ આ જ રેસીડેન્સીના મકાન નં-84 માં માતા-પિતાથી અલગ રહે છે.
જયારે આત્મહત્યા કરનાર મહિલાનો પતિ રાજેશ હરણે છેલ્લા એકાદ વર્ષથી દારૂનો ખુબ નશો કરતો હતો.જેથી બંન્ને પતિ-પત્ની વચ્ચે અવાર-નવાર બોલાચાલી બાદ લડાઈ ઝઘડો પણ થતો હતો.જેના કારણે ગત ગુરૂવાર, તા.14 ના રોજ તેની પત્ની નિતાબેનને મનમાં લાગી આવતા તેણીએ તે દિવસે રાત્રે 8.30થી 10.00 કલાકના સમયગાળા દરમ્યાન પોતાના ઘરના રસોડાના ભાગે સિલીંગ ફેન લગાવવાની હુક સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ જિંદગીને આખરી સલામ કરી દીધી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.