અકસ્માત:ગુટકા ખાઇ બસના દરવાજામાંથી થુંકવા જતાં રસ્તા પર પટકાયેલા યુવકનું મોત

ઓલપાડ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુરત -દાંડી રોડ પર અંભેટા પાટિયા પાસે બનેલી ઘટના
  • લગ્નમાં જઇ રહેલા વકતાણાના યુવકને અકસ્માત

સુરત-દાંડી રોડ ઉપર અંભેટા પાટીયા નજીક દાંડી તરફ જતા રોડ ઉપર એક લકઝરી બસમાં જતા જાનૈયાએ ચાલુ બસે વિમલ ગુટખા ખાયા બાદ દરવાજામાંથી થુંકવા ગયો હતો, ત્યારે દરવાજો ખુલી જતા નીચે પટકાતા માથામાં મૂઢ ઇજા થવાથી તેણે જીવ ગુમાવવાનો વારો આવ્યાની અકસ્માત ઘટના પ્રકાશમાં આવી છે. ચોર્યાસી તાલુકાના વકતાણા ગામે માહ્યાવંશી ફળિયામાં રહેતા ભુપેન્દ્રભાઈ કરશનભાઇ સુરતી(ઉ.વ 39) લકઝરી બસ હંકારી પરિવારજનોનું ગુજરાન ચલાવતા હતા.

આજે બુધવારે તેઓ લકઝરી બસમાં બેસી ઓલપાડ તાલુકાના કુવાદ ગામથી કુંકણી લગ્ન પ્રસંગમાં જતા હતા.તે સમયે તેઓ વિમલ ગુટખા ખાતી વખતે બસના દરવાજામાંથી થુંકવા ગયા હતા. તે સમયે અચાનક બસનો દરવાજો ખુલી જવાથી તેઓ બસમાંથી નીચે પટકાયા હતા.જેથી તેમને માથાના ભાગે મૂઢ ઇજા થવાથી તેમણે સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં દરમિયાન તેને યમરાજનો ભેટો થઈ ગયો હતો. આ બાબતે રણજીતભાઈ કરસન સુરતીએ ઓલપાડ પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી ઓલપાડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...