ભક્તોમાં નારાજગી:સાયણમાં વિસર્જનના 15 દિવસ બાદ પણ કૃત્રિમ તળાવમાં ગણેશ પ્રતિમાઓ યથાવત

ઓલપાડ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઓલપાડના સાયણ ગામમાં ગણેશ પ્રતિમા વિસર્જન માટે બનાવેલું કૃત્રિમ તળાવ હજુ પ્રતિમા સાથે યથાવત છે. - Divya Bhaskar
ઓલપાડના સાયણ ગામમાં ગણેશ પ્રતિમા વિસર્જન માટે બનાવેલું કૃત્રિમ તળાવ હજુ પ્રતિમા સાથે યથાવત છે.
  • તળાવ જોખમી હોય જે માંથી પ્રતિમાઓ કાઢી પુરી દેવા લોકોની રજૂઆત
  • કૃત્રિમ તળાવમાં વિસર્જનના 15 દિવસ બાદ પણ કામગીરી ન કરતા ભક્તોમાં નારાજગી

સાયણ ગ્રામ પંચાયત દ્વારા કમને બનાવેલ કૃત્રિમ તળાવ કે જેમાં 150થી વધુ ગણેશ પ્રતિમા વિસર્જન કર્યાના 15 દિવસ બાદ પણ યોગ્ય નિકાલ ન કરવા સાથે કૃત્રિમ તળાવ યથાવત રાખતા ગણેશ ભક્તોની ધાર્મિક લાગણી દુભાવવા તેવું ગંભીર કૃત્ય સાયણ ગ્રામ પંચાયતે કર્યું છે. તાપી નદીમાં પી.ઓ.પીની ગણેશ પ્રતિમા વિસર્જન કરવા પર વહીવટી તંત્ર દ્વારા પ્રતિબંધ લગાવતા કઠોર ખાતે તાપી નદીના લીંબરેશ્વર ઓવારા પર વિસર્જન બંધ કરવામાં આવ્યું. આ સાથે તમામ ગામોની પંચાયતોને ગામ તળાવમાં ગણેશ વિસર્જનની સુવિધા ઉભી કરવા જણાવતા મહત્તમ ગામોમાં પંચાયતે કામગીરી કરી હતી.

જ્યારે સાયણ ગામે 15 વીઘા જેટલું મોટું સરકારી તળાવ હોવા છતાં ગ્રામ પંચાયતના વહીવટકર્તા ઓ દ્વારા કામગીરી કરવામાં ન આવી. ત્યારે છતે તળાવે નફ્ફટ વહીવટકર્તા ઓને પાપે ગ્રામજનોએ આજુ બાજુના ગામોનો સહારો લઈને ગણેશ વિસર્જનની બાબતે મુશ્કેલીની સહન કરવી પડી.સાયણ ગામે અંદાજીત 150થી વધુ ગણેશ પ્રતિમાનું સ્થાપન થતું હોય ત્યારે ગણેશ ભક્તો માટે ગામમાં જ વિસર્જનની સુવિધા કાર્યરત કરવા હિન્દુ સંગઠને આગેવાની લઈને વહીવટી તંત્રની સુવિધા ઉભી કરવા લેખિત આવેદન થકી રજૂઆત કરી હતી.

હિંદુ સંગઠનની લેખિત રજૂઆતે સાયણ ગામે સુવિધા ન હોવાનુ ગ્રામ પંચાયતના જુઠાણું બહાર આવતા ઉપરી અધિકારીઓની સુચનાએ સાયણ ગ્રામ પંચાયતે વિસર્જનની સુવિધા ઉભી કરવાની ફરજ પડી હતી. આમ દેશ ની આઝાદી બાદ ઓલપાડ તાલુકાના સાયણ ગામે પ્રથમ વખત હિન્દૂ સંગઠનની જાગૃતતાએ ગ્રામજનોએ ગામમાંજ નિર્વિઘને ગણેશ વિસર્જન કરવાનો અનેરો લાહવો લીધો હતો.

19.09.2021 ના રોજ સાયણ સુગર રોડ પર બનાવેલા કૃત્રિમ તળાવમાં સાયણ ગામના ગણેશ ભક્તોએ 150થી વધુ ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કર્યું હોય તે પ્રતિમા ને બીજા દિવસે એટલેકે 20.09.2021 ના રોજ સાયમ ગ્રામ પંચાયત દ્વારા ગણેશ ભક્તોની ધાર્મિક લાગણી ન દુભાય તે રીતે યોગ્ય નિકાલ કરી કૃત્રિમ તળાવ પુરી દેવાનું થાય છે. ત્યારે ગણેશ વિસર્જનના 15 દિવસ બાદ પણ કુત્રિમ તળાવ સાથે તેમાં વિસર્જન કરાયેલી પ્રતિમાઓ યથાવત છે.

સાયણ ગ્રામ પંચાયતના નફ્ફટ વહીવટકર્તા ઓના પાપે દિવસો સુધી પણ પ્રતિમાઓનું યોગ્ય નિકાલ ન કરી તળાવ પડી રહેવા દેતા આરીતે કરીને ગણેશ ભક્તોની ધાર્મિક લાગણી દુભાવી છે.આટલુંજ નહિ પણ સાયણ સુગર રોડ પર રેસિડેન્સી ની બાજુમાં બનાવેલ કૃત્રિમ તળાવમાં જીવલેણ ઘટના બનવાની દહેશતે સ્થાનિકોએ તળાવ માંથી મૂર્તિનો ધાર્મિક વિધિ મુજબ યોગ્ય નિકાલ કરવા સાથે માટી નાખી પુરીદેવા ની વારંવાર રજૂઆત બાદ પણ જાડી ચામડીના નફ્ફટ વહીવટ કર્તાઓએ કામગીરી ન કરતા લોકોમાં આ વાતે રોષ છે.

સરપંચ અને ઉપસરપંચે ગણેશ ભક્તોની ધાર્મિક લાગણી દુભાવી છે
સાયણ ગ્રામ પંચાયતે કમને કુત્રિમ તળાવ બનાવી ગણેશ વિસર્જનની કામગીરી કરી હતી. ત્યારે વિસર્જન પુર્ણાહુતી બાદ બીજા દિવસે એટલે 20.09.2021 ના રોજ કુત્રિમ તળાવ માંથી પ્રતિમાઓનું ધાર્મિક લાગણી સચવાઈ તે રીતે નિકાલ કરવા સાથે તળાવ માટીથી પુરી દેવાની અમે સરપંચ અને ઉપસરપંચ ને રૂબરૂ મળી રજુઆત કરી હતી. તે છતાં કામગીરી ન કરતા આ બાબતે ગ્રામસભા માં રજૂઆત કરવા જતાં સભા પગેલા ઉપસરપંચ અશ્વિન ઠક્કર દ્વારા ફરીવાર પ્રતિમાનો નિકાલ કરવા અને તળાવ પુરી દેવાનું જણાવ્યા છતાં, ગણેશ વિસર્જન કરવાના 15 દિવસ બાદ પણ પ્રતિમાઓનો નિકાલ ન કરી ગણેશ ભક્તોની ધાર્મિક લાગણી દુભાવવા જેવું કૃત્ય કર્યું છે. - જયેશ ચાવડા, VHP, બજરંગદળ, ઓલપાડ તાલુકા પ્રખંડ મંત્રી

અન્ય સમાચારો પણ છે...