તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામરેજ સુગર ચૂંટણી:નાના સીમાંત ખેડૂત બેઠક પર ગજેન્દ્ર પટેલની ઉમેદવારી રદ

ઓલપાડ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પ્રવીણ પટેલે બિનહરીફ થતાં જ અશ્વિન પટેલને ટેકો જાહેર કર્યો

કામરેજ સુગરની ચૂંટણીમાં ઉમેદવારી પત્રક ભરવાની પક્રિયા પૂર્ણ થયા બાદ ઉમેદવારી ચકાસણી દિવસે નાના સીમાંત ખેડૂત બેઠકના ઉમેદવાર વિરૂદ્ધ હરીફ ઉમેદવારે લેખિત વાંધો લેતા ચૂંટણી અધિકારીએ વાંધો મંજૂર રાખી ઉમેદવારી રદ કરતા નાના સીમાંત ખેડૂત બેઠકના ઉમેદવાર બિનહરીફ થતા ચૂંટણી જંગમાં ગરમાટો આવ્યો છે.

કામરેજ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લી. ની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ ઉમેદવારી પત્રક ભરવાના બે દિવસ બાદ શનિવારે ઉમેદવારી પત્રક ચકાસણી કામગીરી 18 બેઠકો પૈકી જૂથ નંબર 16 નાના સીમાંત ખેડૂતની બેઠક પર જયસુખભાઈ ગોવનભાઈ પટેલ વસવારી ગામ, પ્રવિણચંદ્ર મોતીભાઈ પટેલ, ભૈરવ ગામ અને ગજેન્દ્રભાઈ અમૃતભાઈ પટેલ ગોદાવાડીએ ઉમેદવારી કરી હતી. ત્યારે 3 ઉમેદવાર પૈકી ગજેન્દ્રભાઈ પટેલ વિરૂદ્ધ પ્રવિણભાઈ પટેલે લેખિત વાંધો લીધો હતો.

તેમના વાંધા મુજબ ગોદાવાદી ગામના ગજેન્દ્રભાઈ નાના સીમાંત ખેડૂત બેઠકની વ્યાખ્યામાં આવતા ન ઓવાથી ચૂંટણી અધિકારીએ તેમનું ઉમેદવારી પત્રક રદ કરવાની જાહેરાત કરી હતી. વસવારી ગામના ઉમેદવાર જયસુખભાઈ પટેલ વસવારીનું શુક્રવારે હ્રદયરોગના હુમલાથી અવસાન થયુ હતુ. આમ 3 ઉમેદવાર પૈકી 2ની ઉમેદવારી રદ થતા ભૈરવ ગામના પ્રવિણભાઈ પટેલ બિનહરીફ થયા છે. આગામી 9 તારીખે ઉમેદવારોની અંતિમ યાદી પ્રસિદ્ધ થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો