તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:આજીવન સજાનો કેદી ફર્લો જંપ કરી ભાગી છૂટ્યો

ઓલપાડ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • હત્યાના ગુનામાં આજીવન કેદ થઇ હતી

વર્ષ 2015 માં હત્યાના ગુનામાં આરોપીને આજીવન કેદ સહિત રોકડ 15000ના દંડની સજા કરી હતી. ત્યારે 26 માર્ચ 2021ના રોજ 14 દિવસના ફર્લો પર ગામ ઘરે આવ્યા બાદ નિયત સમય મર્યાદામાં પરત હાજર ન થતા આરોપી ફર્લો જંપ કરી ભાગી છુટવાની વાતે લાજપોર જેલના જયુડી. જેલરે ઓલપાડ પોલીસમાં ફરિયાદ નોધાવી હતી.

ઓલપાડ તાલુકાના માધર ગામે હળપતિવાસમાં રહેતો ભીખાભાઈ વસાવા વિરુદ્ધ વર્ષ 2011માં ઓલપાડ પોલીસ સ્ટેશન ખાતે હત્યાનો ગુનો નોધાયા બાદ જુલાઈ 2015માં આજીવન કેદની સજા 15000 રોકડ દંડ બદલ એક વર્ષની સજા થઇ હતી. ત્યારે ભીખાભાઈ વસાવાની 26 માર્ચ 2021ના રોજ લાજપોર જેલમાંથી 14 દિવસ માટે ફર્લો અરજી મંજૂર થતા મુક્ત કર્યો હતો, જયારે 10 એપ્રિલ 2021ના રોજ મુદત પૂરી થતા તે લાજપોર જેલ ખાતે હાજર થયો ન હતો.ત્યારે કેદી ભીખા વસાવાને પકડી પાડવા 17 એપ્રિલના રોજ સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક અને ઓલપાડ પી.આઈને જાણ કરવા છતાં કેદી હજુ ન પકડાતા ગુનો નોધાવતા ઓલપાડ પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો