તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માનવતાની મહેક:ઉનાળાની બપોર અને સળગતી ચિતાની ગરમી વચ્ચે અંતિમક્રિયા કરતા યુવાનો

ઓલપાડ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 16 એપ્રિલથી સ્મશાન કાર્યરત થયું ત્યારથી 24 કલાક સેવા કરતા કાર્યકરો
 • બપોરે 12 થી 4ના સમયમાં ગરમીથી આંખમા બળતરા થવાની તકલીફ છતાં વીએચપીના કાર્યકરો અડીખમ

કામરેજના કઠોર ગામે તાપી નદી કિનારે સુરત મહાનગરપાલિકા દ્વારા 16 એપ્રિલથી હંગામી સ્મશાન કાર્યરત છે, જયા સુરત શહેર સાથે ગ્રામ્યમાંથી લોકો મૃતદેહ આવતા અંતિમક્રિયાની તમામ કામગીરીની જવાબદારી વિશ્વ હિન્દુ પરિષદ સુરત શહેરે ઉપાડી છે.

સુરત શહેરના અડાજણ વિસ્તારનાં યુવાન કાર્યકરો કરે છે. દિવસના 15 અને રાત્રે 10 યુવા મળી કુલ 25 યુવાનો ખડે પગે સેવા આપી રહ્યા છે. કઠોર તાપી નદી કિનારે ખુલ્લી જગ્યામાં હંગામી સ્મશાન કાર્યરત કરવામાં આવ્યું હોય અને હાલ ઉનાળો હોય બપોરના સમયે એક તરફ અગનગોળા અને બીજી બાજુ સળગતી ચિતા આમ બે ગરમી ભેગી થતા ઉંચા તાપમાન વચ્ચે પણ સેવાભાવી યુવાનો અડીખમ છે.

16 એપ્રિલથી સ્મશાન કાર્યરત થયું ત્યારથી અહીં સેવા આપતા રાજેશભાઈ સુરતીના જણાવ્યા મુજબ બપોરે અગનગોળા વરસાવતી ગરમીને લઈને અંતિમક્રિયાની કામગીરી કરતા યુવાનોને આંખમા બળતરા થવાની તકલીફ થઈ રહી છે છતાં કાર્યકરો સેવા આપવા અડીખમ છે. બપોરેના 12 થી 4 ના સમયગાળા કામગીરી કરવામાં ખુબ મુશ્કેલી પડી રહી છે. છતાં યુવાનોએ ઝાડના છાંયડાના સહારે અંતિમક્રિયા કરવાની ચાલુ રાખી છે. ગરીબ પરિવાર માંથી આવતા યુવાનો પાસે પોતાની સાવચેતી માટે કોઈ સગવડ નથી છતાં તેઓ સેવા કરવાથી પાછી પાની નથી કરી રહ્યા.

હિન્દુ વિધિ મુજબનો તમામ સામાન પણ વિશ્વ હિન્દુ પરિષદ મફત આપે છે
કઠોર ખાતેના હંગામી સ્મશાને અંતિમક્રિયા કરવા સાથે મૃતદેહ લઈને આવતા લોકોને હિન્દુ વિધિ મુજબનો તમામ સામાન પણ વિશ્વ હિન્દુ પરિષદ ફ્રી માં આપી અહીં છેલ્લા 18 દિવસથી રાતદિવસ કામગીરી કરી 300થી વધુ મૃતદેહોની અંતિમક્રિયા વિધિ કરી છે. આટલુંજ નહી પણ મૃતકોના સ્વજનો માટે આરામ કરવા સુધી સુવિધા ઉભી કરી છે.

2 દિવસથી મૃતદેહો ઓછા આવતા રાહત
સ્મશાન ચાલુ કરતાની સાથે જ ઉપરા છાપરી મૃતદેહો આવતા થયા સ્વયંસેવક 24 કલાક સતત કામગીરી કરતા હોવાથી થાકી રહ્યા હતા. ત્યારે 18 દિવસની પરિસ્થતિ જોતા મૃતદેહોની સંખ્યામા વધારો થવાનુ લાગતું હતું. પણ હાલ 2 દિવસથી મૃતદેહો ઓછા આવતા થોડી રાહત થઈ છે. રોજ 40થી 50 મૃતદેહો આવતા હતા ત્યારે 2 દિવસથી 10થી 15 જેટલા આવે છે. > રાજેશ સુરતી, કાર્યકર

કેટલાક અમારા ભરોસે મૃતદેહ મૂકી જાય છે
કોરોનામાં મોત થતા અંતિમક્રિયા માટે હોસ્પિટલથી એમ્બ્યુલન્સમાં મૃતદેહ લઈને સ્મશાન આવ્યા બાદ સ્વજનો મૃતદેહને હાથ પણ લગાવતા નથી. એટલી બધી હદે લોકોમાં ડર જોયો છે. એટલુંજ નહિ પણ કેટલાક લોકો અમારા ભરોસે મૃતદેહ મૂકીને જાય છે તેમની વિધિ પણ અમે તેમના સ્વજનોની માફક કરીએ છે. > મુકેશ રાઠોડ, સ્વયંસેવક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો