ઓલપાડના પરીયા ગામની સીમની ટેકસટાઇલમાં કતારગામ,સુરતના કાચા કાપડનો વેપાર કરતા વેપારી સાથે બ્રોકર સાથે અન્ય વેપારીએ 6,19,916 મુદ્દામાલની વિશ્વાસઘાત કરતા ફરિયાદ નોંધાવી છે. ભાવેશ લિંબાચીયા શાંતિનગર સોસાયટી, કતારગામ રહે છે. તેઓ 18 ઓકટોબર-2021થી પરીયા અંજની ટેક્સ્ટાઇલ્સમાં સાંશ્વત ફેબ ટેક્સ્ટાઇલ કંપની ચલાવે છે અને કાચું કાપડ બનાવી સુરત ટેક્સ્ટાઇલ્સ માર્કેટમાં વેચાણ કરે છે.
તેમણે ગત 17થી 22 માર્ચ-2022 દરમ્યાન તેમની ઓફિસેથી રાજુ પટેલ નામના બ્રોકર મારફત શિવ ફેશનના માલિક સુનીલને SHF માર્કના 19433 મીટર કાચું કાપડ, કિંમત 2,89,957 ડીલીવરી રાધે માર્કેટ, સુરત મોક્લ્યો હતો. ફરિયાદીએ પૈસા માટે બ્રોકર રાજુને ફોન કરતા કહ્યું હતું કે, પૈસા મળી જશે અને બીજો ઓર્ડર છે. જેથી ફરિયાદીએ ફરી તેને 3,29,365નું કાચું કાપડ આપ્યું હતું. ફરિયાદીએ આ ડીલીવરી બાબતે બ્રોકર અને માલ લેનાર સુનિલને ફોન કરતા બંન્ને ફોન રિસીવ કરવાનું બંધ કર્યું હતું.
જેથી ફરિયાદીએ ટેમ્પાવાળા સુનિલને ફોન કરતા તેણે કહ્યું હતું કે,બ્રોકરે આપેલ એડ્રેસવાળા સ્થળે પાર્ટીએ માલ ખાલી કરાવેલ નથી. જેથી ફરિયાદીએ તપાસ કરતા જાણવા મળ્યું કે,આ માલ બીજા ટેમ્પો GJ-05,BT-4826 દ્વારા અન્ય સ્થળે લઈ જવાયો છે, જેથી તેણે મોબાઈલ લોકેશનથી એડ્રેસ મેળવતા ડ્રાઈવર સંજય માર્કેટ, ગોડાદરા સુરતનો હોવાનું જણાયું હતું. જેથી ફરિયાદીએ ડ્રાઈવરનો સંપર્ક કરતા જાણવા મળ્યું કે,માલ તેણે સુરત તાપ્તી ગંગા માર્કેટમાં ઘનશ્યામની દુકાનમાં ખાલી કરેલ છે. જેથી તેણે ઘનશ્યામની દુકાન પહોંચી બીલ માંગ્યા હતા.
તેમણે આ માલ વિશાલ પાસે લીધો હોવાનું કહ્યું હતું.જેથી વિશાલનો કોન્ટેક્ટ કરતા તેણે હરેશ પાસે લીધો હોવાનું કહેતા હરેશ પાસે બીલ માંગતા તેણે 3,19,578 રોકડાનું બીલ બતાવી કહ્યું કે, આ માલ હાલ ગોડાઉનમાં છે અને તે માલ ઉપર તેણે 2,00,000 ઉપરનું જી.એસ.ટી.બીલ રોકડામાં ચુકવેલ છે. જેથી વિશ્વાસઘાત થયાનું માલુમ પડતા તેણે ઓલપાડ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.