છેતરપિંડી:ઓલપાડમાં અન્યના નામે લોન પર વાહનો ખરીદ્યા બાદ થર્ડ પાર્ટીને વેચી 15 લોકો સાથે 35 લાખની ઠગાઈ

ઓલપાડ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભેજાબાજ દંપતી - Divya Bhaskar
ભેજાબાજ દંપતી
  • ઓલપાડનું દંપતી લોકોને કમિશનની લાલચ આપી તેમના આધાર પુરાવા લઇ ઠગાઇ કરતું હતું
  • લોનના હપ્તા ન ભરાતા બેંકની ઉઘરાણી શરૂ થઇ, જે અંગે દંપતીને ફરિયાદ કરાતા ભોગ બનનારને ધમકાવાયો

ઓલપાડ તાલુકાના દેસાઈ સમાજના દંપતીએ લોકો સાથે છેતરપીંડી કરી રૂપિયા કમાવવાની યુક્તિ બનાવી પોતાની સાથે અન્ય ઇસમોને એજન્ટ તરીકે રાખી બેંક લોન કરતા એજન્ટ અને ઓટો ડીલર સાથે મળી કમીશન આપવાની લાલચે ઓળખના પુરાવા મળેવી તેના પર વાહનો ખરીદી ત્રાહિત ઇસમોને વેચી રોકડી કરી અને લોકો સાથે મળી લાખોની છેતરપીંડી કરવાની ઘટનામાં ઓલપાડ પોલીસમાં નોધાઇ છે.

વિગતવાર હકીકત મુજબ 63/ સર્વોદય સોસાયટી દેલાડ સાયણ રોડ, તા-ઓલપાડ, જી-સુરત ખાતે રહેતી નીકીતાબેન મહેશભાઈ દેસાઈ અને તેનો પતિ મહેશભાઇ ઘેલાભાઇ દેસાઇ આ દંપતીએ ભેગા મળી પરા વિસ્તાર ઓલપાડ સાયણ રોડ પર આવેલા શિવાલિક એન્કલેવ ખાતે ઓફિસ બનાવી કામગીરી કરતા હતા.

ઓલપાડ તાલુકાના જોથાણ ગામે જુનો હળપતિવાસ ખાતે રહેતા વિજયભાઈ ગોમાનભાઈ રાઠોડ કે જેઓ ખાનગી બેંકમાં કોન્ટ્રાકટ પર પટાવાળા તરીકે કામ કરતો હોય, તેની સાથે સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા રમેશભાઈ આહીરનો દીકરો હેમંત સાથે તેની ઓળખાણ થઇ હતી.

વિજયને પૈસાની જરૂર હોવાની તેને ખબર પડતા તેણે ઓક્ટોબર 2020માં નિકીતા દેસાઈની ઓફિસે લઈ મુલાકાત કરાવી હતી. નિકીતા દેસાઈએ જણાવેલ કે અમે તમારા નામ પર ગાડી લઈને થર્ડ પાર્ટીને વેચાણ કરીશું. જે બદલ તમને રૂપિયા 5000 કમિશન પેટે અમે આપીશું. આમ કહી કમિશન આપવાની વાતે લલચાવી નિકીતા દેસાઈની ઓફિસે કામ કરતો સાજીદ અનવર શેખ રહે,3/રોયલ રેસીડન્સી દેલાડ પાટિયા, તા-ઓલપાડ એ વિજય રાઠોડના આધારકાર્ડ, ફોટો અને બેંક પાસબુકની ઝેરોક્ષ નકલ જેવા ઓળખના પુરાવાઓ લીધેલા અને કહેલું કે તમારા નામની ગાડી થર્ડપાર્ટીને ટ્રાન્સફર કરીએ ત્યાં સુધી બેંકના હપ્તા અમે ભરીશું. ત્યારે નિકીતા દેસાઈએ કહેલું કે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી અમે બધું સંભાળી લઈશું. આમ લલચાવી ફોસલાવી ઓળખના પુરાવા સહિતના કાગળો મેળવી ગણેશ ઓટોમાંથી એલ.એન.ટી ફાઈનાન્સની લોન કરી સ્પ્લેન્ડર પ્લસ ટુવ્હીલર ખરીદી કરી લઈ, તે ગાડી જોરાવર નામના ત્રાહિતને વેચેલી.

આ ગાડી ખરીદનાર ઇસમ બેંકના હપ્તા ન ભરતા બેંકમાંથી વિજય રાઠોડ પર હપ્તા ભરવાની બાબતે ફોન આવતા, આ બાબતે નિકીતા દેસાઈનો સંપર્ક કરતા તેણે ધમકી આપતા કહેલુ કે તમારાથી થાય તે કરી લેજો અમે બેંકના હપ્તા નથી ભરવાના. આમ પહેલા GJ-05, FX-7023 નંબરની સ્પ્લેન્ડર પ્લસ અને બીજી ઇકો ફોર વ્હીલર આમ બે ગાડી વિજય રાઠોડના નામે ખરીડી ત્રાહિત ઈસમને વેચી પૈસા રોકડા કરી લીધા બાદ બેંકના હપ્તા ન ભરવાથી દેસાઈ દંપતી અને તેની ઓફિસમાં કામ કરતો સાજીદ શેખ તથા બેંક એજન્ટ અને ઓટો એજન્ટ સાથે ભેગા મળી અગાઉથી ગુનાહીત કાવતરૂ રચી વિજય તથા બીજા ઘણા લોકોને પણ ટુ-વ્હીલ તથા ફોર-વ્હીલ વાહનો લોન ઉપર અપાવી તે વાહનો ભાડે મુકી રૂપિયા કમાવી આપવાનો વિશ્વાસ અને ભરોસો આપી. જે તે લોકોના નામે લોન કરી, વાહનો ખરીદ કરી હતી. ખરીદ કરેલા વાહન ભાડે મુકેલ છે તેવુ જણાવી આજ દિન સુધી ભાડાના રૂપિયા નહીં આપી કે વાહન પણ પરત નહીં આપી વાહનો બીજાને આપી દઇ છેતરપીંડી વિશ્વાસઘાત કરી ગંભીર પ્રકારનો ગુનો કરતા ઓલપાડ પોલીસે નિકીતા અને તેનો પતી મહેશની ધડપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

દંપતીએ અન્યના નામે 31થી વધુ બાઇક અને 2 કાર ખરીદી હતી
દેસાઈ સમાજના દંપતીએ રૂપિયા કમાવવાની ગુનાહિત માનસિકતાથી ઓલપાડ ખાતે ઓફિસ બનાવી રોકડ રકમથી કમિશનની લાલચે અન્ય લોકોના ઓળખના પુરાવા અને બેંક ખાતાના કાગળો મેળવી મોટર સાયકલ અને ફોર વ્હીલર ગાડીઓ ખરીદ ત્રાહિત ઇસમોને વેચવા જેવા ગુનાહિત કૃત્ય થકી એક વર્ષમાં 31 થી વધુ મોટર સાયકલ અને 2 ફોર વ્હીલર ગાડી મળી 15 લોકો સાથે 35 લાખથી વધુની છેતરપીંડી કરી હોવાનું નોધાયું છે.

નિકીતા પોતે વકીલ હોવાની ઓળખ આપી લોકોને ફસાવતી
ઓફિસ બનાવી પોતાની ઓફિસમાં કામ કરતા મળતિયાઓ સાથે મળી લોકોનો સંપર્ક કરી ઓળખના પુરાવા સહિતના કાગરો પર લોનથી વાહન કરી કરવાની કામગીરી કરતી આવેલી ભેજાબાજ નિકીતા દેસાઈએ પોતે વકીલ હોવાની લોકોને ઓળખ આપતી હતી. આટલું જ નહીં પણ તે વકીલ છે તેવું બતાવવા વકીલ જેવો કોટ પહેરીને ઓફિસમાં રહેતી હતી. ભોગ બનનારા લોકોના કહેવા મુજબ તે અત્યાર સુધી વકીલ છે એવું કહેતા લોકો પોલીસ ફરિયાદ કરતા ડરતા હતા.

અન્ય સમાચારો પણ છે...