સુરત જિલ્લાના તલાટીઓ એક અઠવાડિયામાં બીજી વાળ હડતાળ પર બેઠા છે. પહેલાં ઓલપાડ તાલુકાના પરીઆના તલાટી કેતન જાસોલીયને કારેલીનો ચાર્જ સોપવામાં આવ્યો હોય ત્યારે બિનાબેન રાવ નામની મહિલાની કારેલી ગ્રા.પં.કચેરીની હદમાં મિલ્કત હોય જેની આકારણી બાબતે તલાટી સાથે ગત અઠવાડિયે જીભાજોડી થઈ હતી. ત્યારે આકારણી જેવા સામાન્ય કામે તકરાર દરમિયાન તલાટીના લેખિત આક્ષેપ મુજબ મહિલાએ તલાટી અને સરપંચને ધમકી આપી કહ્યું હતું કે, હું આર. એસ.એસ. માં છું.મારો દિકરો આઇ.એ.એસ.છે. હું તમોને જોઇ લઇશ. આમ પ્રકરણે મહિલાએ તલાટી વિરૂધ્ધ સુરત ડીડીઓને ફરિયાદ કરી હતી.
જો કે સુરત ડીડીઓએ આ બાબત તપાસ વિષયક હોવા છતાં તલાટી કેતન જાસોલીયા વિરૂધ્ધ તપાસ કે તેને રજૂઆત કે સુનાવણીની તક આપ્યા વિના તે જ દિવસે ફરજ મોકુફીનો હુકમ કરી દીધો હતો. જેથી ડી.ડી.ઓના જોહુકમી આદેશના પગલે જિલ્લા તલાટી મંડળ દ્વારા તલાટીને પુનઃ ફરજ પર હાજર કરવાની માગ કરી તલાટીઓ હડતાળ પર ઉતર્યા હતા.
ત્યારે તલાટીને ફરજ મોકૂફી કરવાના મુદ્દે ત્રણ દિવસ હડતાળ ચાલી હતી. ગ્રામ્ય જનતા પંચાયતી કામગીરીને લઈને મુશ્કેલીમાં મુકાઇ હતી. ત્યારે તલાટીની ફરજ મોકૂફી મુદ્દે કરેલી હડતાળ ઉઠાવ્યાના એક દિવસ બાદ પડતર પ્રશ્નોનાં મુદ્દે ફરી રાજ્ય તલાટી મંડળ દ્વારા હડતાળ પર ઉતરતાની જાહેરાત કરતા જિલ્લાના તલાટીઓ હડતાળ પર છે.
આમ પહેલા તલાટીને ફરજ મોકૂફીનો ઓર્ડર રદ કરી ફરી ફરજ પર પરત લેવા મુદ્દે અને હવે પડતર પ્રશ્નોના ઉકેલના મુદ્દે સુરત જિલ્લાના તલાટીઓ હડતાળ પર જતા પાડાના વાંકે પખાલીને ડામ આપવા જેવી બાબત મતલબ કરે કોણ અને ભોગવે કોણ તેવી પરિસ્થતિ નિર્માણ પામી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.