ધરપકડ:સાયણ ગામે રસોઈયાને ત્યાંથી વાસણ ચોરી કરનાર ચીકલીગર ગેંગના પાંચ ચોર ઝડપાયા

ઓલપાડ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સણિયા કણદેના ફાર્મ હાઉસમાં હથિયારો સાથે સજ્જ થઇ ધાડ પાડવા જતાં હતા ત્યારે પકડાયા

ઓલપાડ તાલુકાના સાયણ ટાઉનમાંથી રસોઈયાના ગોડાઉનમાંથી 6.30 લાખની કિંમતના પિતળના વાસણની ચોરી થઈ હતી. આ ગુનામાં ઝડપાયેલા ચીકલીગર ગેંગના પાંચ આરોપીઓના ઓલપાડ પોલીસે નામદાર કોર્ટમાંથી પાંચ દિવસના પોલીસ રિમાન્ડ માગતા બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. સાયણ ગામે દ્વારેક્શ નગરીના મકાન નં-61માં રહેતા પ્રતિક ત્રિવેદી સાયણ મુકામે માલીબા આર્કેડમાં દુકાન નંબર 72/73 માં કેટરીંગનો વ્યવસાય કરતા હતા.

9 એપ્રિલ 2021ના રોજ રાત્રિના સફેદ બોલેરો ટેમ્પા નં.GJ-05, BV-4739 માં આવી પાંચ અજાણ્યા દુકાનનું શટલ તોડી પિત્તળના 22 નંગ તપેલા,જેની કિંમત રૂપિયા 6.30 લાખ ચોરી પલાયન થઈ ગયા હતા. આ ચોરીનો ગુનો ઓલપાડ પોલીસમાં23 જુનના રોજ ગુનો નોંધાયો હતો.જયારે આ ગુનાના આરોપીઓએ ગત7 એપ્રિલના રોજ આ ગુનામાં વપરાયેલો બોલેરો ટેમ્પા નં.GJ-05,BV-4739 નનસાડ ગામે પવિત્ર પેલેસની રેસીડેન્સીના મ.નં.101 માં રહેતા આશિષ જંયતિભાઇ ભીમાણીનો ચોરી ગયા હતા.

તે બાબતનો ગુનો પણ કામરેજ પોલીસ મથકમાં ગત તા.14 મે રોજ નોંધાયો હતો.આ બંન્ને ગુનાની તપાસ દરમ્યાન બોલેરો પીકઅપ ટેમ્પો પલસાણા તાલુકાના માંખીગા ગામની સીમમાંથી સેન્ટીંગની સ્લેપ ભરવાની પ્લેટો સાથે બિનવારસી હાલતમાં મળી આવતા પલસાણા પોલીસે કબજે લીધો હતો. જયારે ગુનાના પાંચ આરોપી બોલેરો વાન નંબર- GJ-04-W-0605માં બેસી સણીયા કણદે ગામની હદમાં આવેલ એક ફાર્મ હાઉસમાં હથિયારો સાથે સજ્જ થઇ ધાડ પાડવા જતાં હતા,ત્યારે સુરત શહેર ક્રાઈમ બ્રાંચના હાથે ઝડપાઈ ગયા હતા.

આ આરોપીઓએ તપાસ દરમ્યાન બંને બોલેરા ટેમ્પાની ચોરી કરી હોવાની કબુલાત કરતા આરોપીઓને કામરેજ પોલીસના હવાલે કરી વધુ ગુનાની તપાસ શરૂ કરાઈ હતી.જે તપાસમાં આરોપીઓએ સાયણ ટાઉનમાંથી રસોઈયાના ગોડાઉનમાંથી વાંસણની ચોરી કરી હોવાની કબૂલાત કરતા ઓલપાડ પોલીસને જાણ કરવામાં આવી હતી. ઓલપાડ પોલીસે લાજપોર જેલમાંથી આરોપીઓનો કબજો લીધો હતો.

ઓલપાડ પોલીસે આ આરોપીઓ ચીકલીગર ગેંગના રીઢા અને ચાલાક ગુનેગાર તથા ગુનાહીત ભુતકાળ ધરાવતા હોવાથી તેઓએ અન્ય કોઈ ચોરી કરેલ છે કે કેમ?તથા ચોરીનો મુદ્દામાલ હસ્તગત કરવા તેઓએ મુદ્દામાલ સંતાડેલ છે કે પછી વેચેલ છે?તેની તપાસ કરવા નામદાર ઓલપાડ કોર્ટ પાસેથી પાંચ દિવસના પોલીસ કસ્ટડી રિમાંડ માંગતા બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

ગેંગના ઝડપાયેલા આરોપીઓ
ચીકલીગર ગેંગના તમામ આરોપીઓ મુળ મહારાષ્ટ્ર રાજ્યના વતની એવા આઝાદસીંગ ઉર્ફે ધનરી મધુસીંગ ઉર્ફે બાદલસીંગ ટાંક, અમૃતસીંગ ઉર્ફે અન્ના બબલુસીંગ ટાંક, અજયસીંગ ઉર્ફે મામુ ભુરાસીંગ ઉર્ફે બલવંતસીંગ દુધાણી, હરજીતસીંગ અજીતસીંગ ચીકલીગર, રોહિતસીંગ રાજસીંગ માનસીંગ ચીકલીગર

અન્ય સમાચારો પણ છે...