તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:સેના ખાડી પર દબાણને લીધે આ ચોમાસામાં ફરી ઓલપાડ તાલુકામાં પૂરના પાણીનો ભય

ઓલપાડ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખાડી પર દબાણ કરી બનેલા જિંગા તળાવોને લઈને વરસાદી પાણીનો માર્ગ અવરોધાયો
  • NGTના આદેશ બાદ પણ ઝીંગા તળાવો દૂર કરવાની કામગીરી યોગ્ય રીતે ન થઇ હોવાની રાવ

ઓલપાડ તાલુકાના ગામોમાંથી વરસાદી પાણીનો સેના ખાડીમાં નિકાલ કરવામાં આવે છે. અરબી સમુદ્રને જોડતી સેના ખાડી પર લેન્ડ ગ્રેબરોએ બિન અધિકૃત દબાણ કરી બનાવેલા ગેરકાયદેસર જીંગા તળાવોને લઈને વરસાદી પાણીના નિકાલ ન થવાથી તાલુકાના ગામોમાં ચોમાસામા પુર જેવી પરિસ્થતિનું નિર્માણ થાય છે. હાલ પણ આ દબાણ યથાવત રહેવાથી ફરી ઓલપાડ તાલુકો વરસાદી પુરમા ડૂબવાની શંકા સેવાઈ રહી છે.

ઓલપાડ તાલુકાના પૂર્વ પટ્ટીના ગામોમાંથી થઈને અરબી સમુદ્રને મળતી સેના ખાડી દ્વારા વરસાદી પાણીનો નિકાલ પણ થતો હોય. ત્યારે સેના ખાડી પર મોટાપાયે ગેરકાયદેસર જિંગા તળાવો બનાવી દબાણ કરવાથી ખાડીમાં મોટા પાયે પુરાણ થયુ છે.

જેથી વરસાદી પાણીના નિકાલમાં અવરોધ ઉભો કરાતા પાણીનો નિકાલ ન થવાથી સામાન્ય વરસાદે ખાડી ઉભરાતા ઓલપાડમાં પૂર જેવી પરિસ્થતિ નિર્માણ થવાની ગંભીર ઘટના બને છે. છેલ્લા વર્ષોથી વરસાદની પેટર્નમાં ફેરફાર થવાથી ભારે વરસાદ થવાને લઈને સેના ખાડીની આજુબાજુ વરસાદી પાણીનો ભરાવો થાય છે. વર્ષે ગત વર્ષે ચોમાસામાં પાણીનો ભરાવો થવાને લઈને ઓલપાડ ટાઉનમાં પુરની પરિસ્થતિ નિર્માણ થતા લોકોનો રોષ જોઈને ઓલપાડ પ્રાંત આર.સી.પેટેલે કામગીરી કરવાનો દેખાડો કરવા માટે સેના ખાડી પર બનેલા ગેરકાયદે જિંગા તળાવના ડિમોલિશન કરવાનો હુકમ કર્યા બાદ તેમણે પણ કામગીરી કરવામાં ભીનું સંકેલી લીધું હતું.

ઓલપાડ તાલુકાના ગામોમાંથી વરસાદી પાણીના નિકાલ વાળી સેના ખાડી પર બિન અધિકૃત દબાણ કરી બનેલા ગેરકાયદેસર જીંગા તળાવો દુર કરવાની એક વર્ષે પણ વહીવટી તંત્ર દ્વારા કામગીરી ન કરતા હાલ ચોમાશું માથે છે. ખાડી પરના દબાણને લઈને ફરીવાર ઓલપાડ તાલુકા પર વરસાદી પાણીના પુરની મુસીબત સર્જાવાનો ભય સતાવી રહ્યો છે.

તાલુકામાં વરસાદી પાણીના નિકાલ માટેની એકમાત્ર ખાડીનો પ્રવાહ પણ અવરોધાયો
આ ગામોમાંથી વરસાદી પાણી અને નહેરોના લીકેજ વાળા પાણીનો નિકાલ ઓલપાડના વસવારી, પરિયા, સાંધીયેર, અછારણ, ગોલા, આંધી, ઓલપાડ, હાથીસા, સરસ, સોંદલાખારા તથા દેલાસા સહિતના ગામોમાંથી પસાર થતી અરબી સમુદ્રને મળતી સેના ખાડી કે જેમાં આ ગામોમાંથી વરસાદી પાણી અને નહેરોના લીકેજ વાળા પાણીનો નિકાલ થતો આવ્યો છે.

સોંદલખારામાં જ 200થી વધુ તળાવો
સોંદલાખારામાં સરસ ગામ તરફ સેનાખાડી પર 254 હેકટર સરકારી જમીનમાં લેન્ડ ગ્રેબરોનો કબ્જો અરબી સમુદ્રને જોડતી સેના ખાડી જે સોંદલાખારા સહિતના ગામોથી ઓલપાડ ટાઉન પહોચે છે. સોંદલાખારામાં બ્લોક નંબર 579 પૈકી 1, 581, 585 પૈકી 1 અને 2 વાળી 254 હેકટર સરકારી જમીનમાં કબ્જો કરી ે 200થી વધુ ગેરકાયદે જિંગા તળાવો બનાવી દેવાયા છે.

માત્ર દેખાવ પુરતી કામગીરી કરાયાની રાવ
સુરતની ખાનગી સંસ્થાએ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ, પુણે ખાતે દાખલ કરેલી એપ્લીકેશન અંતર્ગત જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલે ઓલપાડ તાલુકાના મંદરોઇ, દાંડી, કુદીયાણા, કપાસી, કુવાદ, સરસ, ઓરમા, મોર, દેલાસા, નેશ, કાછોલ, હાથીસા, લવાછા અને તેના ગામોમાં વિવિધ બ્લોક નં.માં કીમ નદીના પટમાં ગેરકાયદે બનેલા ઝીંગાતળાવો દૂર કરવાનો આદેસ કરી થોડા દિવસ માત્ર દેખાવો કરવા પૂરતી કામગીરી કરાઇ હોવાની રાવ ઉઠી છે.

ખાડી ઘણી સાંકડી થઇ ગઇ
1990માં સેના ખાડીનું સમુદ્ર કાંઠેનુ મુખ 2 કિમી પહોળું હતું,જે હાલ માત્ર 200 મીટર છે ઓલપાડ તાલુકાના ગામોમાંથી વરસાદી પાણીનો નિકલા માટે સેના ખાડી એક માત્ર વિકલ્પ છે જે બાબત વહીવટી તંત્ર પણ સારી રીતે જાણે છે છતાં સેના ખાડી પર બિનઅધિકૃત દબાણ કરી મોટા પાયે બનેલા ગેરકાયદેસર જીંગા તળાવોને લઈને સેના ખાડીમાંથી પાણીનો નિકાલ થવામાં અવરોધ થયો છે. ખાડીમાં થયેલા દબાણોને લઈને 1990માં સેના ખાડીનું સમુદ્ર કાંઠે નુ મુખ 2 કિમી પહોળું હતું જે હાલ માત્ર 200 મીટર રહ્યું છે. આ પરિસ્થતિને લઈને ઓલપાડ તાલુકો ફરીવાર વરસાદી પાણીના પુરમાં ડૂબશે એ નક્કી છે. > એમ.એચ.એસ શેખ,પર્યાવરણ વાદી

અન્ય સમાચારો પણ છે...