રજિસ્ટ્રેશન શરૂ:ડાંગરનું ટેકાના ભાવે વેચાણ કરવા ખેડૂતોનું ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ

ઓલપાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટેકાનો ભાવ રૂ. 388, દ. ગુ. ખેડૂત સમાજ ગામેગામે જઈને રજિસ્ટ્રેશન કરાવશે

સરકાર દ્વારા ડાંગરના પાકનું ઓનલાઈન રજિસ્ટ્રેશન પક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યારે ગત વર્ષે ઓલપાડ તાલુકામાં આ પ્રક્રિયા ફારસ રૂપ સાબિત થઇ હતી. આ વર્ષે આ પક્રિયા થકી ખેડૂતોને ડાંગરનો રૂ. 388 ટેકાનો ભાવ મળી રહે જેથી હવે ખેડૂત સમાજ દ્વારા ગામે ગામે જઈને રજિસ્ટ્રેશન કરવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેનો ઓરમા ગામથી પ્રારંભ કરાયો. અત્યાર સુધી ઓલપાડ તાલુકાના ખેડૂતો માત્ર તાલુકામાં કાર્યરત જુદી જુદી સહકારી મંડળીઓમાં ડાંગરનું વેચાણ કરતા આવ્યા છે.

જ્યારે કેટલાક ખેડૂતો વેપારીઓની વાતમાં આવી જઈને ટેકાના ભાવ કરતા નીચાભાવે ડાંગર વેચાણ કરી લૂંટતા આવ્યા હતા. હવે સરકાર દ્વારા ગત વર્ષથી ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ કરાતા ખેડૂતોને પાકનો ટેકા ના ભાવ મળવાની આશા એ ખેડૂતોએ રજીસ્ટ્રેશન શરૂ કર્યું છે. સુરત જિલ્લા ના ઓલપાડ તાલુકામા ખેડૂતોને ડાંગરનો ટેકાના ભાવ મળે તે માટે ગત વર્ષથી પુરવઠા કચેરી ખાતેથી ઓનલાઇન રજીસ્ટ્રેશન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે.

ત્યારે વર્ષોથી સહકારી મંડળીઓમાં ડાંગરનો પાક વેચાણ કરતા આવેલા ખેડૂતો એ ગત વર્ષે સરકારની ઓનલાઈન રજિસ્ટ્રેશન સેવાનો લાભ ન લેતા ઓલપાડ તાલુકામાં પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા ખેડૂતોને આ બાબતે પૂરતું માર્ગદર્શન અને ઓનલાઈન રજીસ્ટ્રેશન ની સુવિધા આપવા છતાં કામગીરી ફારસ રૂપ બની હતી. ખેડૂતોને તેમના પાકનો ટેકનો ભાવ મળી રહે તેવા શુભ આશય હવે દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ દ્વારા ગામે ગામે જઈને રજિસ્ટ્રેશન કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલના ઓરમા ગામથી જ કામગીરી શરૂઆત કરવામાં આવી છે. ઓરમા ગામે વહેલી સવારથી ગ્રામ પંચાયત કચેરી ખાતે મોટી સંખ્યામાં ગામના ખેડૂતો ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવા ભેગા થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા ચાલુ વર્ષે ડાંગરનો ટેકાનો ભાવ 388 રૂપિયા નક્કી કરાયો છે જે ગત વર્ષની સરખામણીએ ઘણો સારો કહેવાય છે.

ઓલપાડ તાલુકાના ખેડૂતો દ્વારા સહકારી મંડળીઓમાં ડાંગરનું વેચાણ કરવામાં આવતું હોય વેપારીઓ દ્વારા મંડળીઓ પાસે ઓછા ભાવે ડાંગર ખરીદી કરાતા ટેકા કરતા ઓછા ભાવ મળતા ખેડૂતોને નુકસાન થતું હતું. આટલુંજ નહિ પણ કેટલાક ગામોમાં વેપારીઓ સીધા ખેડૂતોનો સમ્પર્ક કરી નીચાભાવે ડાંગર ખરીદી કરી શોષણ પણ કરતા આવ્યા છે ત્યારે સરકારની ઓનલાઈન રજિસ્ટ્રેશન પક્રિયા ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

ઓલપાડમાં સીધી ખરીદી કેન્દ્ર બનાવાશે
દક્ષિણ ગુજરાતની સૌથી વધુ ડાંગરની ખેતી ઓલપાડ તાલુકામાં થાય છે ત્યારે તાલુકાના ખેડૂતોને પાકનો પોષણક્ષમ ભાવ મળી રહે સાથે વેચાણ માં સરળતા અને સુવિધા થાય તે બાબતનું ધ્યાન રાખી સરકારે ઓનલાઇન પક્રિયા હાથધરી છે. જ્યારે આટલુંજ નહિ પણ આવનારા દિવસમાં ખેડૂતોને વધુ સુવિધા આપવા ઓલપાડ તાલુકામાં સીધી ખરીદી કેન્દ્ર કાર્યરત કરવા સરકારને રજુઆત કરવામાં આવશે. - રમેશ પટેલ, પ્રમુખ, દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ

ઓનલાઈન રજિસ્ટ્રેશન ખેડૂતોના લાભ માટે
વેપારીઓ દ્વારા નીચા ભાવે ખરીદી કરી ખેડૂતોનું શોષણ કરવા સાથે અન્ય પ્રકારે પણ સરકારના ટેકાના ભાવ કરતા નીચા ભાવ મળવાથી ખેડૂતો સાથે થતા અન્યાયને દૂર કરવા ઓનલાઈન રજિસ્ટ્રેશન પક્રિયા હાથ ધરી પોષકણ્ષમ ભાવ આપવા કામગીરી કરી છે. ત્યારે ઓનલાઈન રજિસ્ટ્રેશન ખેડૂતોના લાભ માટે છે. ખેડૂતો વધુ લાભ લે તે જરૂરી છે. -મુકેશ પટેલ, કૃષિ મંત્રી

અન્ય સમાચારો પણ છે...