કૃષિ:સરકારે ડાંગરના ટેકાના ભાવ પર 100 રૂપિયાનો વધારો કરતા ખેડૂતોને ફાયદો

ઓલપાડ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ડાંગરની ખેતી ઓલપાડ તાલુકામાં થાય છે

દક્ષિણ ગુજરાતમાં શેરડી પછી ડાંગરનો સૌથી વધુ પાક લેવામાં આવે છે તેમાં પણ સૌથી વધુ વાવણી અને ઉત્પાદન ઓલપાડ તાલુકામાં થાય છે. દિવસે દિવસે ડાંગરના ઉત્પાદન ખર્ચમાં વધારો થવાની સરખામણીએ સહકારી મંડળીઓ દ્વારા ટેકાના ભાવ કરતાં ઓછો ભાવ આપવાથી ખેડૂતો બે તરફી લૂંટાઈ રહ્યા છે. ત્યારે હવે ડાંગર પકવતા ખેડૂતોના હિતને ધ્યાને લઈને કેન્દ્ર સરકારે ફરીવાર આગામી વર્ષ 2022-2023 માટે ડાંગરના ટેકાના ભાવમાં 100 રૂપિયા જેટલો વધારો કરતાં ખેડૂતોને ઊંચો ભાવ મળવાની આશા બંધાઈ છે.

એક માત્ર દક્ષિણ ગુજરાતની વાત કરીએતો વર્ષે 40 લાખ ગુણીથી વધુ એટલે અંદાજીત 80 કરોડથી વધુનું ડાંગરનું ઉત્પાદન સાથે આવક થાય છે. અહીં ખરીફ અને ઉનાળુ આમ વર્ષમાં બે વખત ડાંગરનો પાક લેવાય છે. દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોના હિતને ધ્યાને લઈને વર્ષોથી અનેક વિધ સહકારી મંડળીઓ કાર્યરત હોય. જે ખેડૂતો પાસેથી ડાંગરની સીધી ખરીદી કરતી આવી છે. આટલું જ નહિ પણ ખેડૂતોને તેમના પાકના એડવાન્સ પેટે રોકડ રકમ અને ખાતર સાહિની અન્ય સામગ્રી પણ આપતી આવી હોય છે.

સહકારી મંડળીઓ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. ત્યારે હવે ખેડૂતોના હિત માટે કાર્યરત સહકારી મંડળીઓએ પણ વેપારી નીતિ અપનાવી ખેડૂતોનું શોષણ કરવા ચાલુ કર્યાનું નોધાયું છે.રાજ્યમાં ડાંગરની ખેતી કરતાં ખેડૂતોને તેમના પાકનો પોષણક્ષમ ભાવ મળે તેમાટે સરકાર ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરવાની યોજના અમલી બનાવી છે. દર વર્ષે સરકાર દ્વારા ડાંગરના જાહેર કરેલા ટેકાના ભાવથી ખેડૂતો પાસે ડાંગરની ખરીદી કરવાની હોય છે.

નિયમ મુજબ ટેકાના ભાવ કરતાં નીચાભાવે ડાંગર ખરીદ વેચાણ કરવું એ ગેરકાયદે પ્રવૃતિ હોવા છતાં સહકારી મંડળીઓ ખેડૂતો પાસે ટેકાના ભાવ કરતાં નીચા ભાવે ડાંગરની ખરીદી કરી શોષણ કરી રહી છે. ગત વર્ષ 2019-2020 માં સરકારનો ટેકાનો ભાવ 20 કિલોના 367 અને વર્ષ 2020-2021 માં 377.20 રૂપિયા 20 કિલોનો ભાવ હતો. ત્યારે ઓલપાડ તાલુકામાં કાર્યરત સહકારી મંડળીઓએ વર્ષ 2019-2020માં ખરીફ ડાંગરનો 348 થી 355 સુધી જ્યારે ઉનાળુ ડાંગરનો 328 થી 357 સુધી આપેલો આમ 2019-2020 માં 20 રૂપિયા જેટલો ઓછો ભાવ આપેલો

જ્યારે વર્ષ 2020-2021 ખરીફ ડાંગરનો 310 થી 325 હતો, જ્યારે ઉનાળુ ડાંગરનો 340થી 355 સુધી આપતા ઉનાળુ ડાંગરમાં પણ 20 રૂપિયા જેટલો ઓછો ભાવ આપ્યો છે. સરકારે છેલ્લા ત્રણ વર્ષના પ્રતિ ક્વિન્ટલ પ્રમાણે ડાંગરના નક્કી કરેલા ટેકાના ભાવ જોઈએ તો વર્ષ 2019-2020 માં 1835 વર્ષ 2020-2021 નો 1868 અને 2021-2022 નો 1940 છે. જેની સરખામણી માં સહકારી મંડળીઓએ 2019-2020માં 1645 વર્ષ 2020-2021નો 1770 અને 2021-2022 નો 1885 છે.

આમ સહકારી મંડળીઓએ સરકારના ટેકાના ભાવ કરતાં 2019-2020 માં 190 અને 2020-2021 માં 98 રૂપિયા તથા વર્ષ 2021-2022 માં 55 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ખેડૂતોને ઓછો ભાવ આપવાનું ફલિત થાય છે. ત્યારે આમ કરીને ડાંગર પકવતા ખેડૂતોને ત્રણ વર્ષમાં કરોડો રૂપિયાની નુકસાની થવા જેવુ કહી સકાય.

જ્યારે ટેકાના ભાવ કરતાં નીચા ભાવે ડાંગરની ખરીદી થી આર્થિક શોષણ નો ભોગ બનતા આવેલા ખેડૂતોએ તેમના પાકનો પોષણક્ષમ ભાવ મળી રહે તેમાટે કેન્દ્ર સરકારે ફરીવાર વર્ષ 2022-2023 માટે ડાંગરના ટેકાના ભાવમાં રૂપિયા 100 નો વધારો જાહેર કર્યો છે. પાછલા વર્ષો પર એક નજર કરીએતો ગત વર્ષ 2016-2017 માં ટેકાનો ભાવ 1510 હતો જેનામા દર વર્ષે વધારો થતાં આગામી વર્ષ માટે ફરીવાર 100 નો વધારો જાહેર કરતાં 2022-2023 માટે 2040 ના વધારા સાથે સાંત વર્ષના સમય ગાળામાં રૂપિયા 530 જેટલો વધારો થયાનું નોધાયું છે.

સરકારે જાહેર કરેલા છેલ્લા 6 વર્ષના ટેકાના ભાવ

વર્ષમંડળી ભાવસરકાર, MSP
2016-201716601510
2017-201822251590
2018-201919001770
2019-202016451835
2020-202117701888
2021-202218701940
2022-2023----2040
અન્ય સમાચારો પણ છે...