વકીલ હત્યા કેસ:પતિની હત્યારી પત્ની અને તેના પ્રેમીના રિમાન્ડ માટે કવાયત

કીમએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતક પતિ અને હત્યા કરનાર પત્નીની ફાઈલ તસવીર. - Divya Bhaskar
મૃતક પતિ અને હત્યા કરનાર પત્નીની ફાઈલ તસવીર.
  • રિમાન્ડ મંજૂર થયા બાદ ઉમરાછીની ઘટનાનું રિકન્ટ્રક્શન થશે

ઓલપાડના ઉમરાછીમાં પતિની હત્યામાં સંડોવાયેલી પત્ની અને તેના પ્રેમીને એસઓજીએ ગતરોજ કીમ પોલીસને સોંપી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

ઉમરાછી ગામના માજી સરપંચ અને એડવોકેટ વિરેન્દ્રસિંહ સેવાણીયાની પત્ની ડિમ્પલ ગામમાં આવેલા ગાંધી આશ્રમની સંચાલિકા તરીકે નોકરી કરતી હતી. અને ઉમરાછી ખાતે ગાંધી આશ્રમની વિઝીટ માટે અમદાવાદ આશ્રમથી આવતા હેમંત ઉર્ફે પિન્ટુ શર્મા સાથે સાથે અફેર હતું. હત્યા કર્યાના એક દોઢ મહિના પૂર્વથી બન્નેએ વિરેન્દ્ર સેવાણીયાની હત્યા કરવાનું આયોજન કરી રાખ્યું હતું.

ગત તારીખ 15/5/2022 ના રોજ ઘરે ધાબા પર સુતેલા વીરેન્દ્ર સેવાણીયાને પત્ની ડિમ્પલે તેના પ્રેમી હેમંત ઉર્ફે પિન્ટુને બોલાવી માથામાં પથ્થરનો પેવર બ્લોક મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. અને સમગ્ર ઘટનાને પત્ની ડિમ્પલે ધાબા પર પડી જતા અકસ્માત મોતમાં ખપાવી દીધી હતી. ત્યારે પડોશી, પરિવાર અને પોલીસને શંકા જતા તપાસ કરતા હત્યાનો ભેદ ઉકેલાયો હતો અને હત્યારા પત્ની ડિમ્પલ અને પ્રેમી હેમંતને પોલીસે ઝડપી પાડતા ગુનો નોંધી હાલ રિમાન્ડ માંગવાની તજવીજ પોલીસે હાથ ધરી છે.

હાલ બન્ને આરોપી હત્યારાઓનો આરટીપીસીઆર ટેસ્ટ કરાવ્યો હોઈ રિપોર્ટ બાદ કોર્ટમાં હાજર કરી રિમાન્ડની માંગણી થશે. ત્યારબાદ સમગ્ર ઘટનાનું ઘટના સ્થળે બંને આરોપીઓને લઈ જઈ રીકન્ટ્રક્શન થશે તેમ જાણવા મળે છે.

ઐતિહાસિક ઉમરાછીમાં એકેય સીસીટીવી નહીં
દાંડી યાત્રા સાથે જોડાયેલા ઔતિહાસિક ઉમરાછીમાં એક પણ જગ્યાએ સીસીટીવી કેમેરા લાગ્યા નથી. જો સીસીટીવી કેમેરા લાગ્યા હોત તો ગામની વચ્ચે જઇ ઘરમાં પહોંચી આ રીતે ત્રાહિત વ્યક્તિએ ઘટનાને અંજામ આપતા પહેલા 100 વાર વિચાર્યું હોત. ઘટના બની હોત તો પણ આરોપીઓ બીજા દિવસે જ પોલીસ પકડમાં આવી ગયા હોત.

જિલ્લાનો કોઇ વકીલ આરોપીનો કેસ નહીં લડે
ઘટનાના વિરોધમાં ઓલપાડના વકીલો આરોપી તરફે કેસ લડશે નહિ તેવો ઠરાવ બાદ સુરત જિલ્લા વકીલ મંડળ દ્વારા પણ સદર આરોપીના કેસમાં હાજર ન રહી કોઈપણ વકીલ કેસ નહિ લડે એવો ઠરાવ કરાયો છે. - રાજેશ પરમાર, એડવોકેટ, નોટરી અને માજી પ્રમુખ ઓલપાડ તાલુકા વકીલ મંડળ

અન્ય સમાચારો પણ છે...