તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:આખરે બે મહિને સાયણમાં લાખોના પિતળના વાસણની ચોરીનો ગુનો નોંધાયો

ઓલપાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇન્ચાર્જ PSIએ ફરિયાદ નોંધી ન હતી
  • એપ્રિલમાં 6,30,000ના વાસણો ચોરાયા હતા

રસોઈયાની ગોડાઉનમાં રાખેલા પિત્તળના 22 જેટલા મોટા તપેલા 9 એપ્રિલની વહેલી સવારે ચોરી થવાની ઘટનામાં ભોગ બનનારે ચોરીની ઘટના બાબતે ફરિયાદ નોધવા લેખિત અરજી આપવા છતાં ઇન્ચાર્જ પી.એસ.આઈ એ.ઈ.મોરી એ 2 મહિના સુધી ગુનો ન નોધ્યો હતો. અંતે મોરી સસ્પેન્ડ થવાની સાથે ચોરીની ઘટના બાબતે ભોગ બનનારને ન્યાય અપાવવા દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત થયેલા અહેવાલ બાદ પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

સાયણ ગોથાણ રોડ પર આવેલ માલીબા કોમ્પલેક્ષમાં રસોઇયા પ્રતિકભાઈ ડાહ્યાભાઈ ત્રિવેદીના વાસણ મુકવાના ગોડાઉનમાં 6,30,000 લાખની કિંમત પિત્તળના 22 નંગ મોટા તપેલા હતા જે ગત 9 એપ્રિલની રાત્રે મહિન્દ્રા પીકઅપ ટેમ્પો લઈને આવેલા 5 અજાણ્યા ચોરએ ગોડાઉનના શટલનો નકુચો કાપી ચોરી કરીને લઈ જવાની ઘટના બની હતી. ત્યારે ચોરીની ઘટનામાં ફરિયાદ નોધાવવા ભોગ બનનાર પ્રતિકભાઈ ત્રિવેદીએ ઓલપાડ પોલીસ સ્ટેસનના ઇન્ચાર્જ પી.એસ.આઈ અશોક મોરીને ટેલીફોનીક જાણ કરવા સાથે સાયણ ચોકી પર લેખિત અરજી આપવા છતાં પોલીસે કોઈ કામગીરી કરી ન હતી.

આટલુંજ નહી ચોરીની ઘટનાના 4 દિવસ પ્રતિક ત્રિવેદી પી.એસ.આઈ એ.બી મોરીને રૂબરૂ મળવા તેણે ‘પહેલા તપેલા સોધી લાવીએ પછી ફરિયાદ નોધીશું, તમને ફરિયાદ નોંધાવાની કેમ ઉતાવળ છે’ એમ કહી ગુનો નોધવામાં આના કની કર્યા બાદ આટલું જ નહી 15 જૂને જયારે ફરીવાર પીએસઆઇ મોરીને મળતા તેમણે ચોરી થયેલા તપેલા જેવા બીજા જૂના તપેલા વેચાતા લઈ લેવા સાથે તેના અર્ધા રૂપિયા આપવાનું કહ્યુ હતુ.

બાદમાં 2 દિવસમાં ફરિયાદીના ધમકાવવાની ઘટનામાં ઉચ્ચ અધિકારીએ મોરી સાથે એક હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરતા તપેલા ચોરીની ઘટનામાં ભોગ બનેલા પ્રતિક ત્રિવેદીને ન્યાય અપાવવા સાથે પીએસઆઇની ફરજ બજાવવામાં બેદરકારી અને કામ ચોરીનો દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રકાશિત થતા પોલીસ અધિકારી હરકતમાં આવતા પોલીસ ફરિયાદ નોધવાની જે કામગીરી સસ્પેન્ડેડ પી.એસ.આઈ એ.બી મોરીએ 2 મહિના સુધી ન કરી એ ચાર્જ સંભાળતાની સાથે જ બી.કે ખાચરે 6,30,000ની કિમતના પિત્તળના 22 નંગ તપેલા ચોરી થવાની ઘટનામાં 5 અજાણ્યા ચોર ઇસમો વિરૂદ્ધ ગુનો નોધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...