તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:સોંદલાખારા મંડળીની 3 બેઠક માટે ચૂંટણી યોજાઈ

ઓલપાડ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

સોંદલાખારા વિભાગ દૂધ અને શાકભાજી વેચાણ કરનારી સહકારી મંડળીમા વ્યવસ્થાપક સમિતિના સભ્યોની ચુંટણી જાહેર થતા કુલ 12 બેઠકો પૈકી 9 બેઠક બિનહરીફ થતા રવિવારે 3 બેઠકો પર મતદાન સાથે મત ગણતરી પક્રિયા હાથ ધરી હતી. સોંદલાખારા વિભાગ દૂધ અને શાકભાજી વેચાણ કરનારી સહકારી મંડળીની વ્યવસ્થાપક સમિતિ માટે ચૂંટણી જાહેર થતા 12 બેઠકો પૈકીની 9 બેઠક બિનહરીફ થતા બાકી રહેલી સોંદલાખારા, હાથીસા અને નઘોઈ બેઠક માટે રવિવારે મતદાન પક્રિયા હાથ ધરવામાં આવી હતી.

રવિવારે મત ગણતરી થતા સોંદલાખારા વિભાગ-1 પર મંડળીના વર્તમાન પ્રમુખ વસંતભાઈ પટેલ 27 મતથી વિજય થવા સાથે વિભાગ-3 હાથીસાના રાજેન્દ્રભાઈ પટેલનો 18 મતથી જયારે વિભાગ-6 નઘોઈ પર જીતેન્દ્રભાઈ પટેલ માત્ર 1 મતે વિજય થતા મતદાન સાથે મતગણતરી આટોપાઈ હતી. મંડળીમાં સોંદલાખારા વિભાગ-1 પરથી વિજય થયેલા વર્તમાન પ્રમુખ વસંતભાઈ પટેલ કે જે છેલ્લા 20 વર્ષથી મંડળીમાં પ્રમુખ પદે રહીને વહીવટ કરતા આવ્યા હોય 1 જાન્યુઆરીએ ચૂંટાયેલા સમિતિના સભ્યોની પ્રથમ બેઠક મળશે, જેમાં પ્રમુખ ઉપપ્રમુખ ની નિયુક્તિ કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો