ઓલપાડ તાલુકાની અગ્રણીય નાણાં ધિરાણ કરતી ધી ઓલપાડ સાયણ કિમ નાગરિક ધિરાણ સહકારી મંડળી લી.માં વ્યવસ્થાપક સમિતિની આગામી પાંચ વર્ષ માટે ચૂંટણી સંદર્ભે જાહરેનામું પ્રસિદ્ધ થયા બાદ વિવાદ ચૂંટણી પક્રિયાને લઈને ખોટું થયાનું નોંધાતા વહીવટદાર સભ્યોએ ચૂંટણી પક્રિયા સામે વાંધો નોંધાવ્યો છે.
ધી ઓલપાડ સાયણ કિમ નાગરિક ધિરાણ સહકારી મંડળીના સાયણ વિભાગના રીકરીંગ એજન્ટ લાખો રૂપિયાની ઉચાપતની ઘટનામાં રજિસ્ટ્રારે વ્યવસ્થાપક સમિતિને ફારેગ કર્યા બાદ વહીવટ માટે સભ્યોની નિમણુંક કરી હતી. વહીવટદારોની સમયમર્યાદા પૂર્ણ થતા વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી થકી નિમણૂંક કરવાની થાય છે. કાયદા મુજબ ચૂંટણી પક્રિયા સંદર્ભે બોર્ડ મિટિંગ બોલાવી ચૂંટણી કાર્યક્રમ સાથે અન્ય બાબતો અને ચૂંટણી અધિકારીની નિયુક્તિના નિર્ણયો કરવાના થાય છે. ત્યારે હાલ જાહેરનામા પૂર્વે આવી કામગીરી નહી કરી, કેટલાક વહીવટદારએ મનસ્વી નિર્ણય કરી ખોટું કર્યાનું સાયણ અને કિમના વહીવટદારોએ રજિસ્ટ્રાર સમક્ષ વાંધા રજૂ કર્યા છે.
ચૂંટણી પક્રિયા સાથે ચૂંટણી અધિકારીની નિયુક્તિ ખોટી રીતે કરવાની વાતે ચૂંટણી અધિકારીએ પણ રાજીનામુ આપતા જાહેરનામા મુજબ નિયત તારીખે મતદાર યાદી પ્રસિદ્ધ નથી કરાઈ. મંડળીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી સંદર્ભે કાયદાનું ઉલ્લંઘન કરતા હવે ચૂંટણી પર તલવાર લટકી છે. રજિસ્ટ્રાર દ્વારા વહીવટદારના લેખિત વાંધાને સંદર્ભે કાર્યવાહી હાથ ધરતા ચૂંટણી રદ થવાની શક્યતા છે.
ચૂંટણી અધિકારીએ રાજીનામુ આપ્યું છે એટલે મુશ્કેલી છે
મંડળીની ચૂંટણી જાહેર કર્યાબાદ જાહેરનામા મુજબ મતદાર યાદી પ્રસિદ્ધ કરવાની થાય છે પણ મંડળીએ નિયુક્ત કરેલા ચૂંટણી અધિકારી એ અંગત કારણોસર પોતાનું રાજીનામુ આપતા જેથી મતદાર યાદી પ્રસિદ્ધિ નથી થઈ આ સાથે સાયણ અને કિમ વિભાગના વહીવટદાર સભ્યોએ પણ લેખિત વાંધો લેતા જિલ્લા રજિસ્ટ્રાર જે નિર્ણય કરે તે મુજબ કામગીરી થશે. - હેમંત શાહ, મેનેજર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.