તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કામરેજ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લી ની વ્યવસ્થાપક કમિટીની ચુંટણી જાહેર થયા બાદ ઉમેદવારી પત્રક ભરવાની પક્રિયા હાથ ધરાતા બીજા દિવસની પક્રિયાને અંતે 18 બેઠક પર 90 ઉમેદવારી પત્રકો ભરાતા ખરાખરી નો ચૂંટણી જંગ થવાના અણસાર આવી રહ્યા છે જો કે આગામી 9 તારીખે ઉમેદવારોનું સાચું ચિત્ર બહાર આવશે. સુરત જિલ્લાના સહકારી રાજકારણની માં સૌની નજર કામરેજ સુગરની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી પર છે. કામરેજ સુગર ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થતાની સાથે સહકારી રાજકારણ ગરમાયુ છે. ચૂંટણી જંગમાં ઉતરનાર ઉમેદવારોના ઉમેદવારી પત્રક ભરવાની પક્રિયા હાથ ધરાતા પ્રથમ દિવસે 70 ઉમેદવારી પત્રકો ભરાયા જયારે ઉમેદવારી પત્રક ભરવાના અંતિમ દિવસે કુલ 18 બેઠક માટે ઘલા બેઠક પર 7, કઠોર-4, વાવ-3, કામરેજ-4, દિગસ-4, જોખા-4, ઓલપાડ-6, સાંધીએર-4, કુડસદ-5, એરથાણ-6, બૌધાન-7, લીંબાડા-7, પીપોદરા-6, મોટાવરાછા-7, અનુ.જાતિ જન
જાતિ-6, નાના સીમાંત-3, મહિલા અનામત ૧-5, મહિલા અનામત ૨ પર 2 મળી કુલ 90 ઉમેદવારી પત્રકો ભરાયા છે. ઉમેદવારી પત્રક ભરવાના અંતિમ દિવસે 18 બેઠકો માટે તમામ બેઠક પર બે થી વધુ ઉમેદવારી પત્રકો ભરાયા હોય પ્રાથમિક તબક્કે તમામ ઝોનમાં ત્રિપાંખિયા જંગ થવાના અણસાર છે. જયારે ચૂંટણી માં સામાજિક અને રાજકીય ચોકઠાં બેસાડવા સાથે તોડ જોડ માટે બેઠકોનો દોર ચાલી રહ્યો હોય જેથી કેટલીક બેઠકોમાં મિટિંગ સફળ રહેતો તે બેઠકો બિન હરીફ થવાની પણ શક્યતાઓ છે. જયારે હાલ પૂર્ણ થયેલ ટર્મના માજી ચેરમેન જયેશ પટેલ અને હાલની ચૂંટણી માં સૌની નજર જેના પર છે એવા અશ્વિનભાઈ પટેલની બેઠક પર પણ પ્રતિસ્પર્ધીઓએ ઉમેદવારી કરી હોય જેનાથી ચૂંટણી જંગ થવાનું નક્કી છે.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.