તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:સાયણ ખાતે શિવ રેસીડેન્સીમાં જુગાર રમતા આઠ ઝડપાયા

ઓલપાડ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મકાન માલિક સુરતથી લોકોને જુગાર રમવા બોલાવતો હતો

સાયણ ગામે જુગાર રમાડવાનો મોટા પાયે વેપલો ચાલતો હોવાની સુરત ગ્રામ્ય એલ.સી.બીને મળેલી માહિતીના આધારે રેડ કરતા કોમ્પ્લેક્સના ફલેટમાં જુગાર રમાડનાર ઇસમ સાથે 8 જુગારી પોલીસે રેડમાં રોકડા 62350 મળી કુલ 19,31,350નો મુદ્દામાલ સાથે ઝડપાતા સાયણ પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી.

સાયણ શિવ રેસીડેન્સીના બીજા માળે ફ્લેટ નંબર 202નો માલિક કમલેશભાઈ પટેલ મોટાપાયે જુગાર રમાડતો હોય પોલીસથી બચવા તેને અર્જુન નામના ઈસમને વોચ રાખવા બેસાડેલો જે જુગાર રમવાનું ચાલુ થાય કે પતે ત્યાં સુધી ધ્યાન રાખતો હોવાની સુરત ગ્રામ્ય એલ.સી.બીને મળેલી માહિતીના આધારે મંગળવારેે રેડ કરતા ગ્રાઉન્ડ ફ્લોરથી અર્જુનભાઈ ગોહિલ પકડી પૂછતાછ કરતા તેને રોજના 1000 રૂપિયા પગાર પર ધ્યાન રાખવા કમલેશે નોકરી પર રાખેલાની કબુલાત કરી હતી.

ફ્લેટમાં તપાસ કરતા ત્યાં કમલેશ સહિત અન્ય 6 જુગારી મળી આવેલ ત્યારે ઘર માલિક બાબતે તપાસ કરતા સદર ફ્લેટ ખુદ કમલેશભાઈ પટેલનો હોઈ જે સુરતથી જુગારીઓને બોલાવી તેમની પાસે ડીપોઝીટ પેટે રોકડ રકમ લઈને પ્લાસ્ટીકના કોઈન આપી જુગાર રમાડતો હોવાની કબૂલાત કરી હતી.

પકડાયેલા જુગારી | અર્જુનભાઈ ગોહિલ (તવરા ગામ, ભરૂચ), કમલેશભાઈ પટેલ (વેલંજા ગામ), કાસમભાઈ કાતેલિયા (જામનગર), ભગવાનભાઈ પટેલ (સરથાણા, સુરત), બાસકીનાથ ભગત (દહેગામ, ભરૂચ), મનુભાઈ (અમરોલી, સુરત), કાંતિભાઈ સોતેલીયા (કાપોદ્રા, સુરત), દિનુભાઈ પટેલ (વરાછા, સુરત).

અન્ય સમાચારો પણ છે...