મુશ્કેલી:વાવાઝોડાને લઈને સાયણ સુગરની 1919.20 એકરમાં શેરડી કાપણી વિનાની ઉભી રહી ગઇ

ઓલપાડ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શેરડી નિકાલ માટે મજૂરી પેટે એકર દીઠ 3000 રૂપિયા ખેડૂતને ચૂકવવા મેનેજમેન્ટનો નિર્ણય
  • તાઉતે વાવાઝોડું આવતા વરસાદને લઈને કાપણી શક્ય ન હોવાથી શેરડી ઉભી રહી ગઈ

સાયણ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લી.ની પીલાણ સીઝન દરમિયાન અચાનક આવેલા વાવાઝોડાની કુદરતી આફતે ખેતરોમાં શેરડી કાપણી વિના ઉભી રહી જતા મોટી મુશ્કેલી સર્જાતા મંડળીએ ખેડૂતોને ઉભી રહેલી શેરડીના યોગ્ય ભાવ આપવાનો નિર્ણય કર્યા બાદ હવે ઉભી શેરડીના નિકાલ માટે પણ એકર દીઠ 3000 રૂપિયા આપવાનો ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે.

સાયણ સુગરની પીલાણ સીઝન 2020-2021 ની શેરડી કાપણી કામગીરી અંતિમ તબક્કામાં હતી ત્યાજ અચાનક આવેલા વાવઝોડાની કુદરતી આફત સાથે થયેલા અતિભારે વરસાદે શેરડીના ખેતરોમાં પાણી ભરાતા કાપણીમાં મુશ્કેલી ઉભી થતા અંતે સાયણ સુગર ફેક્ટરી મેનેજમેન્ટે પીલાણ સીઝન પૂર્ણ થયેલી જાહેર કરવાનો નિર્ણય લેવા સાથે જે ખેડૂતોની શેરડી કાપણી વિના ઉભી રહી ગઈ છે તેમને શેરડીનો યોગ્ય ભાવ આપવાનું નક્કી કરી ઉભી રહી ગયેલી શેરડીની સર્વે કામગીરી શરૂ કરતા અંતે 1919.20 એકર મા શેરડી ઉભી રહી ગઈ હોવાનું નોધાયું.

જ્યારે 1919.20 એકર જમીનમાં ઉભી રહી ગયેલી શેરડીનો નિકાલ કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થવા સાથે જ નિકલા ખર્ચ પેટે ખેડૂતોને માથે આર્થિક ભારણ આવે તેમ હોય. ખેડૂતોને શેરડીના નિકાલ ખર્ચમાં રાહત મળે તેવા શુભ આશયે સાયણ સુગર ફેક્ટરી મેનેજમેન્ટે ખેડૂત સભાસદોને શેરડી નિકાલ માટે ખર્ચ પેટે એકર દીઠ 3000 રૂપિયા ચુકવવા મહત્વનો નિર્ણય કર્યો છે.

આટલું જ નહી પણ ઉભી રહી ગયેલી શેરડીને પીલાણ સીઝન 2021-2022 માટે કાપણીમાં અગ્રીમતા આપવામાં આવશે. જયારે ઉભી રહી ગયેલી શેરડીનો સભાસદ બહાર નિકાલ કરવા માંગતા હોય તો તે રીતે નિકાલ કરવાની પણ છૂટ આપવામાં આવી છે.

કેટલાક ખેડૂતોએ આફતને અવસરમાં ફેરવી કમાણી ઉભી કરી
વાવાઝોડાની કુદરતી આફતને લઈને 1919.20 એકરમાં શેરડી કાપણી વિના ઉભી રહી જતા શેરડીના નિકાલ માટે અંતે ખેડૂતોએ મીલ્ચિંગ કામગીરી હાથ ધરી. ત્યારે કેટલાક ખેડૂતોએ કુદરતી આફતને અવસરમાં ફેરવી એક તરફ ઉભી શેરડીની કાપણી મજૂરી પેટે સુગર પાસે એકર દીઠ 3000 લેવા સાથે જ શેરડી કાપણી કરાવી જિલ્લા બહાર વેચી કમાણી કરાઈ રહ્યાનું પણ નોધાયું છે.

અન્ય સમાચારો પણ છે...