ઓલપાડના કીમ સાયણ રોડ પર મૂળદ પુલિયાની રેલિંગ સાથે ધડાકાભેર કાર ભટકાતા અકસ્માત સર્જાયો હતો.કારમાં સવાર ચાલક અને એક મહિલા સાયણથી કીમ આવી રહ્યા હતા. ત્યારે મૂળદ પુલિયા વાંક પર કાર ભટકાતા અકસ્માત થતા કારચાલક તેમજ મહિલાને ગંભીર ઇજા થઇ હતી .જેમાં કાર ચાલકનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.
કીમ પ્રભુનગરમાં રહેતા શીતલ રાજેશ કંથારીયા સુરત નોકરીએ ગયા હોય, ત્યારે તેમની સાથે નોકરી કરતા ગીરીશભાઈ સાથે કારમાં તેઓ કીમ આવી રહ્યા હતા.ત્યારે મૂળદ પુલિયા પાસે અચાનક સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર પુલિયાની રેલિંગ સાથે ધડાકાભેર ભટકાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા સ્થાનિકો સ્થળ પર દોડી આવ્યા હતા.અને બચાવ કામગીરી આદરી હતી.
જોકે અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો જેથી ક્રેઇનની મદદ લઇ કારમાં ફસાયેલ મહિલા અને કાર ચાલકને બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માતમાં ઇજાગ્રસ્ત મહિલા અને પુરુષ ને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચતા 108 માં સારવાર હેઠળ લઈ જવામાં આવ્યા હતા. જ્યા કાર ચાલકનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.