તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓલપાડમાં મોતીની ખેતી:યુવાને 9 વીઘા જમીનમાં 5 તળાવ બનાવી ડિઝાઈનર પર્લ મોતી ઉગાડ્યાં, એક નંગ બજારમાં 300 રૂપિયાથી વધુની કિંમતમાં વેચાય છે

ઓલપાડ3 મહિનો પહેલાલેખક: દિલીપ ચાવડા
  • કૉપી લિંક
યુવકે પોતાના તળાવમાં ઉછેરેતા વિવિધ ડિઝાઇનર મોતી. - Divya Bhaskar
યુવકે પોતાના તળાવમાં ઉછેરેતા વિવિધ ડિઝાઇનર મોતી.
  • 12થી 15 મહિના સુધી તળાવમાં રાખ્યા બાદ કુદરતી રીતે તૈયાર થાય છે મોતી

અવારનવાર વાતાવરણમાં પલટો આવતા દક્ષિણ ગુજરાતના ખેડૂતો મોટું આર્થિક નુકશાન સહન કરતા આવ્યા છે. ત્યારે યુવાન ખેડૂતે કોઈપણ જાતની કુદરતી કે માનવસર્જિત આફતના ખતરા વિના ડીઝાઈનર પલ મોતીની ખેતી કરી વર્ષે લાખોની કમાણી કરી ખેતીનો નવો રાહ ચિંધ્યો છે.હાલ સુરત શહેરમાં રહેતા ખેડૂત નીરવભાઈ પ્રવીણભાઈ પટેલની ખેતી લાયક જમીન ઓલપાડ તાલુકાના છેવાડે આવેલા વડોલીથી સાહોલ ગામ વચ્ચે આવી છે.

ડિઝાઇનર મોતીની તસવીર
ડિઝાઇનર મોતીની તસવીર

ત્યાં પેઢીઓથી પરંપરાગત ખેતી થતી હતી પરંતુ યુવા ખેડૂતે અલગ ખેતી કરવાનું વિચાર્યું હતુ. અને મોતીની ખેતી કરવાનું નક્કી કરી ઇન્ટરનેટ પર તે અંગે તમામ માહિતી એકઠી કરી હતી. અને પોતાના 9 વીંઘા ખેતી લાયક જમીનમાં તળાવ બનાવી મત્સય ઉછેર સાથે 3 વર્ષથી મોતીની ખેતી કરે છે. ખેતી બાબતે દિવ્ય ભાસ્કર ને માહિતી આપતા જણાવેલ કે નદી, ડેમ, અને તળાવ માંથી છીપલા સોધી લાવી તેમાં ડીઝાઈન વાળી ડાય સાથે પાવડર ફોમ ભેરવી 12થી 15 મહિના સુધી તળાવમાં રાખ્યા બાદ કુદરતી રીતે મોતી તૈયાર થાય છે. નીરવ પટેલ ડીઝાઈનર પલમા મોતી બનાવે છે. જે મોતીની રાજસ્થાન, દિલ્હી સહિતના અન્ય રાજ્યો સાથે વિદેશોમાં મોટી માંગ છે. તે ભગવાન, આલ્ફાબેટ અને લકી નંબર જેવી જુદી જુદી ડીઝાઈનમાં મોટી તૈયાર કરી વિદેશમાં એક્સપોર્ટ કરે છે.

ડિઝાઇનર મોતીની તસવીર
ડિઝાઇનર મોતીની તસવીર

ડિઝાઇનર પર્લ મોતીની ભારત સહિત વિદેશોમાં પણ મોટી માંગ છે
ખેડૂત નીરવ પટેલના કહેવા મુજબ તેણે પોતાની જમીનમાં જુદા જુદા 5 તળાવ બનાવ્યા છે. એક છીપલામા 15 મહિનાની પ્રોસેસ બાદ 2 મોતી તૈયાર થાય છે. 1 નંગ મોતી બજારમાં 300થી વધુ કિંમતે વેચાય છે. એક તળાવમાં અંદાજીત 40,000થી વધુ મોતી તૈયાર થતા વાર્ષિક 60 લાખ સુધીની કમાણી થઇ શકે છે. વિદેશમાં એક્સપોર્ટ કરતો હોય, માંગ પ્રમાણે એડવાન્સ ઓર્ડર લઈને ખેતી કરે છે.

છીપલાને જરા અમસ્તુ ખોડી ડાય નાંખવામાં આવે છે
મોતીની ખેતી માટે જોઈતા છીપલાં નદી, ડેમ, અને તળાવમાંથી લાવવામાં આવે છે. બાદમાં બાદમાં છીપલાને જરા અમસ્તુ ખોલી જુદી જુદી ડીઝાઈન વાળી ડાય સાથે પાવડર ફોમ ભેળવી તળાવમાં નાખવામાં આવે છે. જે 12 થી 15 મહિનામાં મોતી બની જાય છે. - નીરવ પટેલ, ખેડૂત

ખારવાળી જમીનમાં પણ મોતીની ખેતી કરી શકાય
દરિયા કિનારાની ખાળ વાળી જમીનમાં મીઠા પાણીનો ઉપયોગ કરી મોતીની ખેતી કરી શકાય. રાજ્ય સરકારે મોતીની ખેતી માટે ખેડૂતોને સબસીડીની સહાય આપવી જોઈએ. - ચિંતન દેસાઈ, ખેતી નિષ્ણાંત

અન્ય સમાચારો પણ છે...