તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિદેશોમાં મીઠાશ ફેલાવતી દેશી ખાંડ:સુરત જિલ્લામાં બનતી દેશી ખાંડ અનેક દેશોમાં એક્સપોર્ટ થઇ રહી છે, સફેદ કરતાં બે રૂપિયા સસ્તી અને સ્વાસ્થ્યપ્રદ

ઓલપાડ2 મહિનો પહેલાલેખક: દિલીપ ચાવડા
 • કૉપી લિંક
ઓછો ઉત્પાદન ખર્ચ અને સબસીડીને લીધે બ્રાઉન સુગર સસ્તી - Divya Bhaskar
ઓછો ઉત્પાદન ખર્ચ અને સબસીડીને લીધે બ્રાઉન સુગર સસ્તી
 • તમે ઉપયોગમાં લો છો એ ખાંડનો જ એક પ્રકાર છે
 • સફેદ રંગ આપવા હાનિકારક કેમિકલ ન વપરાતું હોવાને કારણે આ ખાંડ બ્રાઉન છે
 • સાયણ, ચલથાણ અને મઢી સુગરમાં થઇ રહ્યું છે બ્રાઉન સુગરનું મોટાપાયે ઉત્પાદન
 • મલેશિયા, થાઇલેન્ડ, સોમાલિયા, ઇરાક અને ઇન્ડોનેશિયા જેવા દેશોમાં થાય છે એક્સપોર્ટ

દક્ષિણ ગુજરાતની સહકારી ધોરણે કાર્યરત સુગર મિલો ખાંડ ઉત્પાદન ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે. ખાંડ સાથે મોલાસીસ અને ઇથેનોલ સહિતની અનેક આડપેદાશો બનાવી આવક કરતી સુરત જિલ્લાની સાયણ, મઢી અને ચલથાણ આ ત્રણ સુગર મિલો હવે કેમિકલ વગરની બ્રાઉન સુગર બનાવી વિદેશોમાં એક્ષપોર્ટ કરી રહી છે.

સુરત જિલ્લાની સુગર મિલોમાં બની રહેલી બ્રાઉન સુગરની મોટી માંગ હોવાથી હવે તેના ઉત્પાદનમાં વધારો કરવાનું પણ વિચારણા હેઠળ છે. ઓછો ઉત્પાદન ખર્ચ ઉપરાંત બ્રાઉન સુગરમાં સરકાર દ્વારા સબસીડી પણ આપવામાં આવતી હોવાથી આ ખાંડ બજારમાં મળતી સફેદ ખાંડ કરતા 2 રૂપિયા સસ્તી મળે છે.

બ્રાઉન સુગર વાંચતાની સાથે જ તમે નશાકારક પ્રદાર્થ હોવાનું વિચારો આવે. પણ આ બ્રાઉન સુગર સ્વાસ્થય માટે ફાયદા કારક છે. આપણે ત્યાં લોકો સુગર મિલોમાં સલ્ફર કેમિકલ ના ઉપયોગ વડે બનેલી સફેદ ખાંડ નો ઉપયોગ કરતા આવ્યા છે. જે સ્વાસ્થય માટે ખુબ જ હાનીકાર કહેવાય છે.

જયારે મલેશિયા, થાઈલેન્ડ, સોમાલિયા, ઇન્ડોનેશિયા અને ઈરાક જેવા દેશોમા બ્રાઉન સુગરનો વધુ પડતો ઉપયોગ કરે છે.દક્ષિણ ગુજરાત ની સહકારી સુગર મિલો પૈકી સુરત જિલ્લાની સાયણ, મઢી અને ચલથાણ આ ત્રણ સુગર મિલોમાં બ્રાઉન સુગરનું મોટાપાયે ઉત્પાદન થ. સલ્ફર ના ઉપયોગ થી બનતી સફેદ ખાંડ ના ઉપયોગથી સ્વાસ્થય ને મોટું જોખમ હોવાથી વિદેશમાં લોકો એ બ્રાઉન સુગરનો ઉપયોગ વધાર્યો છે.

હાલ દેશમાં સફેદ ખાંડનું બજાર નીચું હોવાથી ક્વિન્ટલ નો 3150 રૂપિયા ભાવ છે. જયારે વિદેશમાં એક્સપોર્ટ થતી બ્રાઉન સુગર પણ હાલ 3150 ના ભાવે જ જાય છે. છુટક બજારમાં બ્રાઉન સુગર 50 રૂપિયે કિલો જયારે વિદેશમાં 31રૂપિયે કિલોના ભાવે એક્સપોર્ટ થાય છે. બીજી બાજુ સરકાર તરફથી પણ બ્રાઉન સુગર પર 600 રૂપિયા સુધી સબસીડી આપવામાં આવી રહી છે. એટલે 3150 ની ખાંડ સીધી 2550માં પડે છે.

આ છે બ્રાઉન સુગરના ફાયદા
બ્રાઉન સુગરમાં કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને આયર્ન સહિતના ખનીજો આપે છે. બીજી બાજુ, વ્હાઇટ સુગર આ બધા ખનીજથી વંચિત છે, બ્રાઉન સુગરનો રોજિંદા ઉપયોગ સ્વાસ્થ્યપૂર્ણ વિકલ્પ છે. ઉપરાંત આ કુદરતી શેરડીમાં વિટામિન, ખનિજો, ઉત્સેચકો, તંતુઓ અને ફાયટોન્યુટ્રિઅન્ટ્સ ભરેલા હોય છે જે ખાંડને પચાવવામાં મદદ કરે છે.

આ છે સફેદ ખાંડના ગેરફાયદા
ખાંડને સફેદ બનાવવા વપરાતા સલ્ફર સહિતના કેમિકલ સ્વાચ્થય માટે જોખમી શેરડીનો રસ ગરમ થયા બાદ તેમાં સફેદ ચૂના સાથે સલ્ફર કેમિકલ અને SO2 ગેસ મિશ્રણ કરાય છે. ખાંડને વધુ સફેદ અને પાણીદાર બનાવવા સલ્ફર અને ફોસ્ફરસ તેમજ જુદા જુદા કેમિકલ વાપરવામાં આવે છે. જેથી સફેદ ખાંડ સ્વાસ્થય માટે ખતરા રૂપ છે.

મિલો પાસે છે 10.5 લાખ ક્વિન્ટલનો ઓર્ડર
સાયણ સુગર પાસે 4 લાખ ક્વિન્ટલ એટલે 8 લાખ બેગ અને મઢી સુગર પાસે 3.50 લાખ ક્વિન્ટલ એટલે 7 લાખ બેગ જયારે ચલથાણ સુગર પાસે 3 લાખ ક્વિન્ટલ એટલે 6 લાખ બેગ મળી કુલ 21 લાખથી વધુ ગુણીનો ઓર્ડર હોવાથી હાલ આ ત્રણેય સુગર બ્રાઉન સુગરના ઉત્પાદનમાં લાગી છે.

બ્રાઉન સુગર ગોળ જેટલી જ ફાયદાકારક
આ સીધી પ્રક્રિયાથી બનતી નેચરલ ખાંડ છે સાયણ સુગર ફેક્ટરીમાં ઉત્પાદન કરવામા આવતી બ્રાઉન સુગર કે જેનામા ફોસ્ફરસ અને સલ્ફર એસી અને ચૂનો પણ માત્ર નામ પુરતો વાપરવામાં આવે છે. આટલું જ નહી પણ બ્રાઉન સુગરનો સોના જેવો પીળો કલર પણ કુદરતી જે કોઈપણ મિશ્રણ વગરનો છે. જેથી તે ને નેચરલ ખાંડ પણ કહી શકીએ. આટલું જ નહી પણ બ્રાઉન સુગરની બનાવટમાં મોલાસીસનો ઉપયોગ કરવામાં આવે છે તેથી તે ગોળ ખાવા જેટલો સ્વાસ્થને ફાયદો કરાવે છે. > ચેતન મકવાણા, ચીફ કેમિસ્ટ સાયણ સુગર

8 રૂપિયે વેચાતા મોલાસીસના 31 મળે છે
બ્રાઉન સુગર ઓ ઉત્પાદન ખર્ચ ઓછો હોવા સાથે જ ખાંડ એક્સપોર્ટ થયાના નિયત સમય મર્યાદામાં તેના રૂપિયા મળી જતા હોવાથી ઓવર ડ્રાફ્ટના વ્યાજ થી પણ બચત થવા સાથે હાલ બજારમાં 7 થી 8 રૂપિયે લીટર વેચાતું મોલાસીસ કે જે બ્રાઉન સુગર બનાવવામાં કામે લેવાતા તેનો 31 રૂપિયા જેટલો ભાવ મળવાથી ડબલ ફાયદો થાય છે. > રાકેશ પટેલ, ચેરમેન સાયણ સુગર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો