આવેદન:સાયણ સરકારી તળાવમાં વિસર્જન વ્યવસ્થા ઉભી કરવા માટે માંગણી

ઓલપાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 100થી વધુ ગણેશ પ્રતિમાઓનું સ્થાપન કરવામા આવ્યું છે

સાયણ ગામે ગ્રામ પંચાયત દ્વારા સરકારી તળાવમાં ગણેશ વિસર્જની વ્યવસ્થા ન કરતા ગણેશ મંડળોને વિસર્જનની પડતી તકલીફનો સુખદ ઉકેલ લાવવા હિન્દૂ સંગઠનના આગેવાનો દ્વારા આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી. સાયણ ગામમાં દર વર્ષે અંદાજીત 100થી વધુ ગણેશ પ્રતિમાઓની જુદા જુદા મંડળો દ્વારા સ્થાપના કરવામાં આવે છે.

સાયણ ગામના મંડળો દ્વારા કઠોર ગામે તાપી નદી કિનારે વિસર્જન કરાતું આવ્યું હોય જેના પર વહીવટી તંત્રએ રોક લગાવી દરેકને પોતાના ગામમાં વિસર્જન કરવાની ફરજ પાડવામાં આવી છે. ત્યારે દરેક ગામોમાં આવેલા સરકારી તળાવોમાં પંચાયત દ્વારા વિસર્જનની સગવડ ઉભી કરવામાં આવી હોય એક માત્ર સાયણ ગ્રામ પંચાયત દ્વારા સરકારી તળાવ પર આજદિન સુધી વ્યવસ્થા ન કરતા ગણેશ ભક્તો મુશ્કેલીનો સામનો કરતા આવ્યા છે.

કોવિડ-19ની ગાઈડ લાઈન સાથે ગણેશ સ્થાપન સાથે વિસર્જન પણ કરવાનું હોય ત્યારે વિસર્જન માટે ઓવારાની સુવિધા ન હોવાથી ગણેશ ભક્તોની વર્ષો જૂની વિસર્જનની તકલીફનો સુખદ ઉકેલ લાવવા વિશ્વ હિન્દુ પરિષદ સંયોજક બજરંગદળ મંત્રી જયેશભાઇ ચાવડા અને તાલુકા ભારતીય જનતા પાર્ટી આઈ.ટી.સેલ સદસ્ય શિવમ શર્મા તથા પંકજ સીંગની આગેવાનીમાં પ્રાંત અધિકારી, પોલીસ ઇન્સ્પેક્ટર અને મામલતદાર સાથે સાયણ ગ્રામ પંચાયતને લેખિત આવેદન થકી રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...