આવેદન:કોવિડ કારણે મૃતકોના પરિવારને ચાર લાખની સહાય આપવા માગ

ઓલપાડ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓલપાડ કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદન અપાયું

કોવિડ-19 વાઇરસની મહામારીને કારણે મૃત્યુ પામેલના પરિવારજનોને NDRFના નિયમ મુજબ રૂપિયા 4 લાખની સહાય, તમામ કોવિડના દર્દીઓના હોસ્પિટલના બીલ માફ કરવા તથા કોવિડ-19 વાયરસની મહામારી દરમ્યાનની તંત્રની બેદરકારીની તપાસ કરાવવા બાબતે તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા નાયબ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના પરિવારજનોને અને મોંઘી સારવારના કારણે આર્થિક રીતે પાયમાલ થયેલ લોકોને મદદરૂપ થવાના હેતુથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કોવીડ-19 ન્યાય યાત્રાનું આયોજન સમગ્ર રાજ્યમાં કરવામાં આવેલ છે.

આ યાત્રાનો હેતુ મહામારીમાં મૃતકોની વિગતો ઓનલાઈન વર્ચ્યુઅલ મેમોરિયલ પર અપલોડ કરી તેમને શ્રદ્ધાંજલિ આપવાનો તેમજ આપણા કોવીડ-19 ન્યાય પત્રની ચાર માંગણીઓ જેવી કે (1) કોવીડ -19 થી અવસાન પામેલ દરેક મૃતક માટે રૂપિયા ચાર લાખનું વળતર (2) કોવીડગ્રસ્ત તમામ દર્દીઓના તમામ મેડીકલ બિલ્સની રકમની ચુકવણી (3) સરકારી તંત્રની ઘોર નિષ્ફળતાની ન્યાયિક તપાસ (4) કોવીડથી અવસાન પામેલ સરકારી કર્મચારીઓના સંતાન / પરિવારજનો પૈકી કાયમી નોકરી જેવી કોરોના મૃતક પરિવારોને રૂપિયા ચાર લાખની સહાય સરકાર તરફથી ચુકવવામાં આવે એવી ઓલપાડ કોંગ્રેસ દ્વારા નાયબ મામલતદારને આવેદનપત્ર આપી માંગણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...