તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:ગણેશ ઉત્સવમાં ડી.જેની પરવાનગી આપવા માગ

ઓલપાડ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓલપાડ પ્રાંતને આવેદનપત્ર અપાયું

આગામી ગણેશોત્સવમાં સાઉન્ડ સિસ્ટમ ચલાવવાની પરમિશન આપવાની ભક્તોની માંગ બાદ હવે ડીજે સંચાલકો દ્વારા પણ આ અંગે રજૂઆત કરાઇ છે. ડી જે સંચાલકોએ ઓલપાડ પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપી આગામી તહેવારોમાં ડીજે અને લાઇટિંગને પરમિશન આપવાની માંગ કરી હતી.

છેલ્લા ઘણા સમયથી કોરોના મહામારીના કારણે ધણા ધંધા અને વેપારો બંધ કરી દેવામાં આવ્યા હતા, પરંતુ હાલ મોટાભાગના બધાજ ધંધા તથા વેપારોને ચાલુ કરવાની પરવાનગી મળી ગઈ છે છતાં સાઉન્ડ (ડી.જે) વગાડવાવાળાનો ધંધો હજુ પણ બંધ છે, જેના પરીણામ સ્વરૂપ આ ધંધા સાથે સંકળાયેલા આપણા જ ઓલપાડ તાલુકાના અંદાજીત 200થી વધારે સાઉન્ડવાળા (ડી.જે), લાઈટવાળા તથા કામદારો સાથે સંકળાયેલા ઘણા પરીવારો આર્થિક તંગી ભોગવી રહેલા છે.

ગુજરાન ચલવવુ મુશ્કેલ પડી રહ્યું છે અને તેમને છેલ્લા 2 વર્ષથી તેમના પરીવારનું ગુજરાન ચલાવવુ મુશ્કેલ પડી રહ્યુ છે તથા 18 મહિનાથી સાઉન્ડ (ડી.જે)ની લોન તથા ગોડાઉનનું ભાડુ ભરવામાં પણ મુશ્કેલી પડી રહી છે. આથી હાલ આવી રહેલા ગણેશ ઉત્સવમાં તથા આવનાર તહેવારોમાં સમાધાન કારક રસ્તો અપનાવી સાઉન્ડ (ડી.જે) વગાડવાની પરમીશન આપવા માટે ઓલપાડ પ્રાંત આર.સી ને આવેદન આપી રજુઆત કરી છે. સાઉન્ડ (ડી.જે) ના ધંધા સાથે સંકળાયેલા આશ્રિત પરીવારો પોતાની રોજગારી મેળવી શકે.

અન્ય સમાચારો પણ છે...