તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ:સાયણમાં આવાસના ડિમોલિશનથી બેઘર થયેલા 15 પરિવારોને ઘર ફાળવવાની માંગ

ઓલપાડ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘર ગુમાવતા મુશ્કેલીમાં મુકાયેલા પરિવારોને ન્યાય અપાવવા આદિવાસી સંગઠનો મેદાનમાં

રેલ્વે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી સાથે મુખ્ય માર્ગને અડીને બનેલા હળપતિ આવસા મા રહેતા આદિવાસી પરિવારોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા સિવાય માર્ગ અને મકાન વિભાગ દ્વારા 15 જેટલા આવાસ તોડી પાડવામાં આવ્યા છે. ગરીબ પરિવારને કડકડતી ઠંડીમાં બેઘર કરવાની કામગીરી બાદ હવે અસરગ્રસ્તોને ન્યાય અપાવવા આદિવાસી સંગઠનોએ આગેવાની લીધી છે.

સાયણ સુગર શેખપુર રોડ પર રેલ્વે ફાટક પર ઓવરબ્રીજ બનાવવાની કામગીરી ના ભાગરૂપે માર્ગને મકાન વિભાગ દ્વારા શેખપુર રોડને અડીને થયેલા દબાણો દુર કરવાની સોમવારથી કામગીરી હાથધરી હતી. સાયણ ગામની હદમાં આવેલા નહેર કોલોની 28 છાપરી માં આવેલા આદિવાસી લોકોના સરકારી હળપતિ આવાસ ડિમોલીશન કામગીરી પૂર્વે બેઘર થતા આદિવાસી પરિવારોને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વિના કડકડતી ઠંડીમાં માનવતા નેવે મૂકી દીધા છે. 15 જેટલા આવાસ ડીમોલીસન કરી પરિવારને રસ્તા પર લાવવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.

મંગળવારે પોલીસ કાફલા સાથે આવેલા માર્ગ અને મકાન વિભાગના અધિકારી અને ગ્રામપંચાયત સાયણના તલાટી તથા સરપંચ, ઉપસરપંચ આવાસ ડીમોલીસન કરવા આવતા આદિવાસી પરિવારના સભ્યોએ વિરોધ કર્યો હતો. તેમને ધમકાવીને કામગીરી કરી લેવાની ઘટના બાદ બુધવારે આદિવાસી સમાજના રાજકીય સંગઠનો એ સાયણ ગામે આવી અસરગ્રસ્તો સાથે બેઠક કરી હતી. આટલુંજ નહી પણ ગ્રામપંચાયત અને અધિકારીઓની મીલીભગતમાં ગરીબ પરિવારોને બેઘર બન્યા છે.

ઓવરબ્રિજની થઈ રહેલી કામગીરી નો વિરોધ કરવા આદિવાસી સંગઠનોએ આગેવાની લઈને આવસા ગેરકાયદેસર હોવાનું પંચાયતે માર્ગ અને મકાન વિભાગને લેખિતમાં આપ્યા બાદ ડિમોલીશન કરી નુકસાની કરવાની બાબતને કાયદાકીય પડકારવાની તૈયારી બતાવી છે. એટલુજ નહી પણ બેઘર બનેલા તમામ આદિવાસી લોકોના ફરીથી ઘરો બનાવી આપવામાં ન આવે ત્યાં સુધી ઓવરબ્રિઝ ની કામગીરી ન કરવા દેવા અસરગ્રસ્તોએ ચીમકી આપી છે.

જો અમે ખોટું કર્યું હશે તો આવાસ ફરી બનાવી દેવાની જવાબદારી અમારી
સરકારી હળપતિ આવાસ ડીમોલીસન કરવાની અમને સત્તા નથી તો અમે કઈ રીતે સરકારી આવાસ તોડવાના, અમે ડીમોલીસન નથી કર્યું, માલિકોએ સ્વૈછિક કામગીરી કરી છે. તેમના આક્ષેપો ખોટા છે. જો અમે ખોટું કર્યું હશે તો આવાસ ફરી બનાવી આપવાની જવાબદારી પણ અમારી બને છે. - એ.કે.પટેલ, ડેપ્યુટી એન્જીનીયર, આરએનબી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો