બીજા વિદ્યાર્થીએ હાથ ખેંચ્યો 'તો:ઓલપાડ તાલુકાના જોથાણ ગામે ધોરણ 5ના વિદ્યાર્થીને છાતીના ભાગે બેંચ વાગતાં મોત

ઓલપાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જોથાણ ગામની કે.વી માંગુકિયા સ્કૂલમાં બાળક ક્લાસરૂમ રમતો હતો ત્યારે અન્ય વિદ્યાર્થીએ હાથ ખેંચતા ઘટના બની

ઓલપાડ તાલુકાના જોથાણ ગામે રમત- રમતમાં ધોરણ 5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ તેનો જીવ ગુમાવ્યો હતો. ઓલપાડ તાલુકાના જોથાણ ગામે એક ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરતો બાળક ક્લાસ રૂમમાં રમી રહ્યો હતો. દરમિયાન અન્ય વિદ્યાર્થીએ તેનો હાથ ખેંચતા બેંચ છાતીના ભાગે વાગતા તેને ઇજા થઈ હતી. આથી તેને સુરત ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને જતાં તેનું સારવાર દરમિયાન મોત થયું છે.

સુરત શહેર શાંતિની નિકેતન સોસાયટી ઘર નંબર-1 વ્રજ ચોક સરથાણા જકાતનાકા વરાછા રોડ ખાતે રહેતા જયસુખભાઇ લાલજીભાઈ પાંચાણીએ પોલીસ ફરિયાદમાં લખાયેલી વિગત મુજબ તેમના ભાઈનો 13 વર્ષીય દીકરો ઓલપાડ તાલુકાના જોથાણ ગામે આવેલી કે.વી માંગુકિયા સ્કૂલ ખાતે ધોરણ 5માં અભ્યાસ કરતો હતો. ત્યારે બુધવારે સવારે તે સ્કૂલે ગયા બાદ પોતાના વર્ગ ખંડમાં બાળકો સાથે રમી રહ્યો હતો, ત્યારે અન્ય બાળકે તેનો હાથ પકડી ખેંચતા વર્ગ ખંડમાં મુકેલી બેંચ છાંતીના ભાગે વાગતા ઇજા થવા પામી હતી.

બેંચની ઈજાથી વિદ્યાર્થિની તબિયત લથડતાં સારવાર માટે તેને સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો હતા. ત્યારે સારવાર દરમિયાન ફરજ પરના તબીબે વિદ્યાર્થીને મૃત જાહેર કર્યો હતો. રમત રમતમાં માસૂમ વિદ્યાર્થીને બેંચ વાગવાથી છાતીના ભાગે થયેલી ઇજાના કારણે મોત થવામાં ઓલપાડ પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...