તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ધટના:સાયણ-સિવાણ રોડના ખાતામાં કામ કરતાં શ્રમજીવીનું મોત

ઓલપાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કડિયા કામ કરતો યુવક નીચે પડી ગયો

ઓલપાડ તાલુકાના સાયણ- સિવાણ રોડ ઉપર આવેલ સેજલ ઇન્ડસ્ટ્રીઝના ખાતામાં કામ કરતો એક શ્રમજીવી માળ પરથી નીચે પડી જતા તેનું મોત થયું છે.મુળ ગોટ ગામ, તા. ઘોઘંબા, જિલ્લો પંચમહાલના વતની ધીરજર બુધિયા નાયક (43) હાલ સાયણ- સિવાણ રોડ ઉપર આવેલા સેજલ ઇન્ડસ્ટ્રીઝના ખાતામાં રહી કડિયા કામ કરતો હતો.

ગત મંગળવાર, તા. 10 ઓગસ્ટના રોજ રાત્રે ધીરજ નાયક ઇન્ડસ્ટ્રીઝના ખાતાના માળ ઉપર સુઈ ગયો હતો. ત્યાર બાદ રાત્રે 10 કલાકથી શુક્રવાર, તા.11ના રોજ સાંજે 5.45 કલાકના હરકોઇ સમયે ધીરજ નાયક માળ પરથી નીચે જમીન ઉપર પડી જતાં તેનું ઘટનાસ્થળે પ્રાણ પંખીડું ઉડી ગયું હતું. આ મામલે તેની સાથે કડિયા કામ કરતા રાજુ વિઠ્ઠલ રાઠવાએ ઓલપાડ પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી કે મૃતક કોઈ અગમ્ય કારણોસર નીચે પડતા તેનું મોત થયું છે, જેથી પોલીસે હાલ તો અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હેડ. પો. કો. વિજય મનાજી કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...