તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:વતન જવા સાથે જમવા બાબતે ઓરિસ્સાવાસીઓનું ટોળું સાયણ ચોકીએ ધસી આવ્યું, બાંહેધારી અપાઇ

ઓલપાડ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લા પોલીસવડા દોડી આવી મજૂરો સાથે વાતચીત કરતા હાલ મામલો થાળે પડાયો
 • રૂપિયા એડવાન્સ આપી બુકિંગ કરાવ્યાના દિવસો સુધી મેળ ન પડતા રોષે ભરાયેલા ટોળાએ પોલીસ સામે ઉગ્ર રજૂઆત કરી

લોકડાઉનને લઈને ફસાયેલા પરપ્રાંતીય લોકોની વતન જવા બાબતે ધીરજ ખૂટતા હવે પરપ્રાંતીય લોકો પોલીસ સાથે સીધા ઘર્ષણમાં આવી રહ્યા છે. ઓલપાડ તાલુકાના સાયણ ગામે રહેતા ઓરિસ્સાવાસી પરપ્રાંતીય લોકોએ વતન જવા માટે એડવાન્સ રૂપિયા આપી ટિકિટ બુકિંગ કરાવવા છતાં ટ્રેનમાં બુકિંગ મળ્યું નથી. જમવાનું આપવાનું બંધ થતા રોષે ભરાયેલા પરપ્રાંતીય ટોળાએ સાયણ ચોકી બાનમાં લીધી છે.

વતન જવાની વાતે બેઠેલા ઓરિસ્સાવાસીઓ માટે સરકારે ટ્રેન દોડાવી રાહત દરે વતન મોકલવા વ્યવસ્થા કરી છે. જે માટે ટિકિટ બુકિંગ કરવા એજન્ટો દ્વારા લૂંટ ચલાવવા છતાં શ્રમિકો પાસે આડેધડ રકમની માંગણી કરી હતી. જે રકમ ચૂકવી ટિકિટ બુકિંગ કરાવી હતી. દિવસો સુધી ટ્રેનમાં લઈ જવાની સગવડ ન થતા અધીરા બનેલા સાયણ વિસ્તારમાં ફસાયેલા ઓરિસ્સાવાસી લોકોએ સોમવારની સવારે એક મોટું ટોળું સાયણ ચોકીએ ધસી જતાં ચોકીને બાનમાં લેતા પોલીસ દોડતી થઈ હતી.

સાયણ ચોકીએ પહોચેલા ટોળાને ચોકી બહાર સોશિયલ ડિસ્ટન્સ સાથે બેસાડી તેમની રજૂઆત સાંભળી હતી. શ્રમિકોના આક્ષેપ મુજબ તેમના બાદ ટિકિટ બુકિંગ કરાવનારને ટ્રેનમાં લઈ જવાયા છે. એટલુ જ નહી પણ 3, 4 દિવસથી ઓરિસ્સાવાસી લોકોને જમવાનું આપવામાં નથી. સાયણ પ્રાથમિક શાળા ખાતે આપવામાં આવતું  જમવાનું  ભાવતું નથી. અનાજની કિટ આપવામાં આવે જેથી ઘરે જમવાનું બનાવી શકે. આમ વતન જવા સાથે સગવડ કરી આપવાની વાતે સાયણ ચોકી પર આવેલા ટોળાએ ઉગ્ર રજૂઆત કરવા સાથે સગવડ કરી આપવાની જીદ પકડતા અંતે ટોળું બેકાબૂ બને તે પહેલા પોલીસ વડા અશોક મુનિયા સાયણ આવી ટોળાને સાંત્વના આપી તેમની રજૂઆત મુજબ સગવડ તાત્કલિક કરી આપવા સરકારમાં રજૂઆત કરવાનું કહેતા ટોળું વિખેરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો