મન્ડે પોઝિટિવ:કુરિયર ડિલિવરીમેનની દીકરી અસંખ્ય સંઘર્ષોને પડકારી GPSCમાં ઉત્તીર્ણ થઇ, ધો.11માં હતી ત્યારે પિતા ગુમાવ્યા, માતાએ મજૂરી કરી ભણાવી

ઓલપાડએક વર્ષ પહેલાલેખક: દિલીપ ચાવડા
પરિવાર સાથે અમિતા પટેલ. - Divya Bhaskar
પરિવાર સાથે અમિતા પટેલ.
  • ઇરિગેશન વિભાગના નિવૃત ચોકીદાર દાદાની પૌત્રી અધિકારી બની

ઓલપાડ તાલુકાના અસ્નાબાદ કસ્બામાં રહેતી અને પિતાનું છત્રછાયાં ગુમાવ્યા બાદ માતાએ મજુરી કરી ભણાવેલ દીકરી અમિતા રાકેશભાઇ પટેલે GPSC સુપર કલાસ ટુ ગ્રેડની પરીક્ષા પાસ કરતા ઓલપાડ તાલુકામાં કોળી સમાજના ગૌરવમાં વધારો થયો છે.જ્યારે હાલ ધંધુકામાં મદદનીશ ઇજનેર તરીકે ફરજ બજાવતી તાલુકાની દીકરીનું પરિણામ આવ્યા બાદ વતનમાં આવતા તેનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનિય છે કે, અમિતાએ ધો.11માં હતી ત્યારે પિતા ગુમાવ્યા હતા.

અમિતા ધોરણ 11માં હતી ત્યારે પિતાની છત્રછાયા ગુમાવી હતી.
અમિતા ધોરણ 11માં હતી ત્યારે પિતાની છત્રછાયા ગુમાવી હતી.

ગંભીર બીમારીને લઈને પિતા રાકેશભાઈનું અવસાન
ઓલપાડ ટાઉનના અસ્નાબાદના તળપદા કોળી સમાજના પરિવારની રાકેશભાઈ કલ્યાણભાઈ પટેલ સુરતની ખાનગી કુરીયર કંપનીમાં ડીલેવરી મેન તરીકેની નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આર્થિક સ્થિતિ નબળી હોવાથી દીકરો વિશાલ અને દીકરી અમિતાને અસ્નાબાદની સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરાવતા હતા.દીકરી અમિતા પટેલ ધોરણ 11મા હતી, ત્યારે ગંભીર બીમારીને લઈને પિતા રાકેશભાઈનું અવસાન થતા અમિતાનો અભ્યાસ ખતરામાં આવતા તેણે સમાજના આગેવાનો અને સહકારી તથા સરકારી સ્કૂલોમાં અભ્યાસ કરી આગળ વધી.

સમાજના આગેવાનો અને સહકારી તથા સરકારી સ્કૂલોમાં અભ્યાસ કરી આગળ વધી.
સમાજના આગેવાનો અને સહકારી તથા સરકારી સ્કૂલોમાં અભ્યાસ કરી આગળ વધી.

એક વારની નિષ્ફતા બાદ ફરી પરીક્ષા આપી ઉતીર્ણ થઈ
2016મા સુરતની સરકારી એન્જીનીયરીંગ કોલેજમાં સિવિલ એન્જીનીયરીંગ પાસ કર્યા બાદ નોકરીની સાથે સાથે GPSC ની તૈયારી કરતી હતી. એક વારની નિષ્ફતા બાદ ફરી વર્ષ 2020મા પરીક્ષા આપી હતી. જેમાંથી 49 લોકોની નિમણુંક થઈ, જેમાં અમિતા પટેલ પણ માર્ગ અને મકાન વિભાગની નાયબ કાર્યપાલક ઈજનેર તરીકે પસંદગી પામી છે.

વતનમાં લોકોએ શુભેચ્છા આપી.
વતનમાં લોકોએ શુભેચ્છા આપી.

ક્લાસ-1 અધિકારી બનીશ
હાલ સિંચાઇ વિભાગમાં ફરજ બજાવતી અમિતા પટેલ GPSCમાં ઉતીર્ણ થતા પોતાના વતન અસ્નાબાદ ખાતે આવતા દિવ્ય ભાસ્કર સાથેની મુલાકાતમાં તેણે કહ્યું ‘માત્ર GPSC સુધી સીમિત નથી રહેવું, મારે GES પાસ કરી કલાસવન અધિકારી બનવું છે’ પગભર થઈએ મારા સમાજમાં ગરીબ પરિવારની દીકરીઓને અભ્યાસ કરવામાં મદદરૂપ થઈ મારા પરનું સમાજનું ઋણ હું અદા કરવા માંગું છું.

પૌત્રીની સફળતાથી દાદીની આંખોમાં હરખના આંસુ આવ્યું.
પૌત્રીની સફળતાથી દાદીની આંખોમાં હરખના આંસુ આવ્યું.

દીકરીનું ઉષ્માભેર સ્વાગત કરી વધાવી લીધી
અમિતા પટેલ ધંધુકાથી ઓલપાડ વતનમાં આવતા ગ્રામજનોએ તાલુકાની તેજસ્વી દીકરીનું ઉષ્માભેર સ્વાગત કરી વધાવી લીધી હતી.આ પ્રસંગે અમિતા પટેલે રાજ્ય સરકારની નોકરીમાં કલાસ વન સુધીના ઉચ્ચ હોદ્દા સુધી પહોંચવાની મહેચ્છા વ્યક્ત કરી હતી.જો કે અમિતા પટેલના દાદા કલ્યાણભાઇ ઇરિગેશન વિભાગમાં ચોકીદાર તરીકે નોકરી કર્યા બાદ નિવૃતિ જીવન ગુજારી રહ્યા છે,ત્યારે જે વિભાગમાં દાદા ચોકીદાર તરીકે નિવૃત થયા હતા,એ જ વિભાગમાં તેની પૌત્રી અમિતા પટેલ હાલ અધિકારી બની ફરજ બજાવી રહી છે.

તેજસ્વી દીકરીનું ઉષ્માભેર સ્વાગત કરી વધાવી લીધી.
તેજસ્વી દીકરીનું ઉષ્માભેર સ્વાગત કરી વધાવી લીધી.