બેદરકારી:કોરોનાના કેસ વધતા એમ્બ્યુલન્સ ખુટી 2 દર્દીને એક જ વાહનમાં લઇ જવાયા, રિપોર્ટ કર્યાના 5 કલાક બાદ એમ્બ્યુલન્સ પહોંચી

ઓલપાડ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાસકૂઇના કોરોના પોઝિટિવ દંપતીને સારવાર માટે લઇ જવાયા. - Divya Bhaskar
વાસકૂઇના કોરોના પોઝિટિવ દંપતીને સારવાર માટે લઇ જવાયા.

શનિવારે સુરત ગ્રામ્યમાં એક સાથે 12 પોઝીટીવ કેસ આવતા દર્દીને કોવિડ હોસ્પિટલ સુધી લઈ જવાની એમ્બ્યુલન્સ ખૂટી પડતા કોરોનાલક્ષી કામગીરી બાબતે તંત્ર લાચાર થયું હતું.  ભવિષ્યમાં હોસ્પિટલ સુધી લઈ જવામાં મોટી મુશ્કેલી ઉભી થાય તેમ છે.   

સાયણ ગામના જીગરકુમાર મનહરભાઈ મૈસુરીયા કે જે સલુનનું કામ કરે છે. તે કોરોના પોઝીટીવ હોવાનો રીપોર્ટ આવતા સાંધીયેર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર સાથેની આરોગ્ય કર્મીની ટીમ અને પોલીસ સવારે 10.30 કલાકે દર્દીના ઘરે પહોંચી હતી. સામાન્ય વ્યક્તિ સાથે વાતચિત કરતા હોઈ એ રીતે નજીકના અંતરથી કોઈપણ પ્રકારની સાવચેતી વગર તેની આરોગ્યલક્ષી અને ટ્રાવેલિંગ હિસ્ટ્રી બાબતે 1 કલાક સુધી પૂછતાછ કરી હતી. જીગરને કોવિડ-19 હોસ્પિટલમાં મોકલવા આરોગ્ય વિભાગે સવારે નવ વાગ્યે કરી હતી. જ્યારે હોસ્પિટલમાં તાત્કાલીક સારવાર માટે ખસેડવાની કામગીરી કરવાનો દાવો કરતા આરોગ્ય વિભાગના રીપોર્ટ થયાના કલાકો બાદ પણ એમ્બ્યુલન્સ સાયણ ગામે આવી ન હતી.  આરોગ્ય વિભાગની કોરોનાલક્ષી કામગીરીની પોલ ખુલ્લી પડી હતી. અન્ય દર્દીઓને લેવા પણ એમ્યુલન્સ મોડી આવી હોવાની ફરિયાદો ઉઠી હતી.

ગ્રામ્ય કક્ષાએ કોઈ સગવડ નથી, 108 સુરતથી બોલાવાય છે
સુરત શહેર સાથે હવે ગ્રામ્યમાં પણ કોરોના એ જોર પકડતા ગ્રામ્યમાં પોઝીટીવ કેસનો આંક 112 પર પહોચ્યો છે. સુરત ગ્રામ્યમાં પરિસ્થતિ ખરાબ થઈ રહી હોવાની વાતે સરકાર વાકેફ હોવા છતાં સુરત ગ્રામ્યમાં આવેલા કેસોને તાત્કાલિક સારવાર માટે ખસેડવાની વાતે કોઈ સુવિધા ઉભી કરાઈ નથી. સુરત ગ્રામ્યમાં પોઝિટિવ કેસ આવેતો સુરત શહેરથી 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવે છે. જે ને આવતા ઘણો સમય લાગતો હોવાથી દર્દી અને તેના સ્વજનો સાથે ફરજ પરના કર્મચારી તકલીફમાં મૂકી છે. જેથી સત્વરે સુરત ગ્રામ્યમાં એમ્બ્યુલન્સ ફાળવવામાં આવે તે જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...