તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘મ્યુકોરમાયકોસિસ’ ફંગલ ઇન્ફેક્શન:કોરોનાના દર્દીઓમાં ઇન્ફેક્શન ફેલાતા આંખોમાં અંધાપો આવવાની શક્યતા, સુરત શહેર-ગ્રામ્યમાં 50થી વધુને અસર

ઓલપાડ13 દિવસ પહેલાલેખક: દિલીપ ચાવડા
  • કૉપી લિંક
મ્યુકરમાઇકોસિસના ઇન્ફેક્શનની તસવીર - Divya Bhaskar
મ્યુકરમાઇકોસિસના ઇન્ફેક્શનની તસવીર

સુરત શહેર સાથે ગ્રામ્યમાં કોરોનાના કેસોમાં નોધપાત્ર રીતે સંક્રમણ મા વધારો થવા સાથે સાથે નાક અને સાઇનસમાં થતું ફંગલ ઇન્ફેક્શન મ્યુકોરમાયકોસીસના કેસમાં પણ ખૂબ જ વધારો થયાનું નોધાયો છે. સુરત શહેર સાથે ગ્રામ્યમાં કાર્યરત ખાનગી હોસ્પિટલોના કોવીડ સેન્ટરોમાં કોરોનાની સારવાર હેઠળ દાખલ થયેલા 40 વર્ષથી વધુ વયના દર્દીઓ કે જેઓ પહેલાથી ડાયાબિટિસ, કેન્સર, એચ.આઈ.વી, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટસ ન્યૂટ્રોપેનિયા, લાંબાગાળાનું કોર્ટિકોસ્ટેરોઈડ, સાથે કીડની તકલીફ હોય તેઓની ઇમ્યુનીટી ઓછી હોવાથી તેમને આ જીવલેણ રોગ થઈ રહ્યો છે.

ફાઇલ તસવીર
ફાઇલ તસવીર

આ ઇન્ફેક્શન મુખ્યત્વે નાકના ઉપરના ભાગે થાય છે
મ્યુકોર્માયકોસિસ મુખ્યત્વે નાકના પોલાણના ઉપરના ભાગમાં થાય છે. તે ધમનીઓ દ્વારા ફેલાતું હોવાથી રક્ત વાહિનીઓને પણ ચેપ લગાડે છે અને ખૂબ જ ઝડપથી ફેલાઈ શકે છે. ત્યારે જે ભાગ શિકાર થયો હોય તે સર્જીકલ ટ્રીટમેન્ટ કરી કાઢી નાખવામાં આવે છે.

ફાઇલ તસવીર
ફાઇલ તસવીર

મ્યુકોર્માયકોસિસ રોગના મુખ્ય લક્ષણો
નાકમાંથી ખરાબ / દુર્ગંધની ગંધ, શ્વસન સંબંધી સમસ્યાઓ, વારંવાર શરદી, નાક બંધ થઈ જવું, નાકની આસપાસ અથવા અંદર સોજો, નાકનો ભાગ કાળો પડી જવો. ક્યારેક તાવ અને માથાનો દુખાવો પણ થઈ શકે છે.જેમની ઉંમર 40 કરતાં વધુ છે, જેઓ હાલમાં જ કોવિડ-19થી રિકવર થયા છે અથવા જેમને ડાયાબિટિસ અથવા અન્ય કો-મોર્બિડિટી છે તેમને આ ઈન્ફેક્શન થવાનું જોખમ વધારે રહે છે.

સંક્રમણથી બચવાના ધ્યાનમાં લેવા જેવા ઉપાયો
પ્રદૂષણથી પોતાને સુરક્ષિત રાખો, કોરોનાની મહામારીને લઈને N 95 ફેસ માસ્ક અવસ્ય પહેરવાનું કરવું જોઈએ, ઘર બહાર જતી વખતે બુટ, લાંબુ પેન્ટ અને લાંબી સ્લીવના જ કપડા પહેરો, ધૂળના સીધા સંપર્કમાંથી આવતા બચો, સ્કિનમાં ઈજા પહોંચે તો પહેલા સાબુ અને પાણીથી તેને સાફ કરી લો.

હાલ અનેક લોકો આ રોગનો શિકાર બન્યા
આ અત્યંત જોખમી ફંગલ ઇન્ફેક્શન આખોમાં પ્રવેશે છે. ત્યારે અંધાપો આવી શકે છે. અને 50 %થી વધુ કેસમાં દર્દીનું મૃત્યુ થાય છે. આ નિદાન માટે દર્દીના નાકમાંથી જે પ્રવાહી નીકળે છે તેનું ફંગલ કલ્ચર કરાય છે અને મગજને નાક તથા સાઇનસ અને ફેફસાનો સિટીસ્કેન કરાય છે. સારવારમાં તાત્કાલિક ધોરણે નાક અને સાયનસનું દૂરબિન વડે ઓપરેશન કરી debridement કરી ફંગસ દૂર કરવામાં આવે છે.

સુરત સહિત આસપાસના 60 લોકોને થયું ઇન્ફેક્શન
ત્યારબાદ બાયોપ્સી તપાસ કરવામાં આવે છે. દર્દીને એન્ટી ફંગલ દવાઓ અપાય છે.ત્યારે ફંગલ ઈન્ફેક્શનના કારણે થતાં મોતનો દર વધતા કોરોનાના બીજા રાઉન્ડ દરમિયાન મ્યુકોરમાયકોસીસ થવાથી સુરત શહેર સાથે ગ્રામ્ય મળી 60થી વધુ લોકોનો ભોગ લેવાયો છે. જયારે કેટલાક લોકો હજુ સારવાર હેઠળ છે. - ડો. દીપ પટેલ, ડીએનબી, ઓપ્થ્લમોલોજી, ફેકો રિફ્રેક્ટિવ સર્જન

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો