તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:ઉમરા ગામથી અજાણ્યા યુવકે સગીરાનું અપહરણ કરતા ફરિયાદ

ઓલપાડ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉમરા ગામે રહેતા રત્ન કલાકારની ધોરણ 10માં અભ્યાસ કરતી અને ફેલ થતા હાલ ઘરે હોઈ તેવી એકની એક સગીર દીકરીનું બે અજાણ્યા યુવકોએ લગ્નની લાલચે અથવા બદ ઈરાદો પાર પાડવા અપહરણ કરી જવાની ઘટનામાં પોલીસે બે અજાણ્યા વિરુદ્ધ અપહરણનો ગુનો નોધી તપાસ હાથ ધરી હતી.

ઓલપાડ તાલુકાના ઉમરા ગામે રહેતા હીરા ઘસવાનું કામ કરતા હોય તેમની 16 વર્ષ 11 માસની સગીર દીકરી કે વર્ષ 2018મા ધોરણ 10માં નપાસ થતાં ઘરે રહી માતાને ઘરકામમાં મદદ કરતી હતી. ગત તારીખ 2-2-21 ના રોજ જીગ્નેશભાઈ તેમની સગીર દીકરી સાથે પરિવારના તમામ સભ્યો રાત્રે જમીને સુતા બાદ સવારે માતા ઉઠીને જોતા તેમની સગીર દીકરી ઘરમાં ન હોય અને તેમના ઘરનો દરવાજો બહારથી બંધ હોવાથી સગીરાના પિતા એ તેમના મિત્રને બોલાવી ઘરનો દરવાજો ખોલાવી સગીર દીકરી ઘરે ન હોવાની વાત કરી તેની શોધખોળ હાથ ધરેલી.

તપાસ કરતા તેમના કોમ્પલેક્ષમા રહેતા પારસ નામના યુવક પર શંકા જતા તેની પૂછપરછ કર્યા બાદ તેણે દીકરી વિશે કઈ ન જાણતો હોવાનું કહી મોડી સાંજે પારસ અને તેના પરિવારજનો ઘરે તાળું મારી ચાલી ગયા હતા. તેના પર શંકા રાખી દીકરીની શોધખોળ બાદ કોઈ પતો ન લાગતા અંતે તેની સગીરાની માતએ દીકરીનું અપહરણ કરી લઈ જવાની વાતે પોલીસમાં ફરિયાદ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો