તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવે તો હદ થઇ !:ખુદ આરોપીઓની જ સાયણ આઉટ પોલીસ ચોકીમાં તોડ-ફોડ

ઓલપાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સાયણ આઉટ પોસ્ટમાં વાહનો અને ફરિયાદીના ઘરમાં તોડફોડ - Divya Bhaskar
સાયણ આઉટ પોસ્ટમાં વાહનો અને ફરિયાદીના ઘરમાં તોડફોડ
  • મિલકત અને વાહનોને નુકસાન કરવા છતાં પોલીસ ખુદ ફરિયાદી ન બની

સાયણ સુગર રોડ ઉપર આવેલ અનુપમ ડ્રીમ એપાર્ટમેન્ટના ફલેટ નં-107 માં મુળ ઉત્તરપ્રદેશના દેવસિંગ સુંદરલાલ રાજપૂત પરિવાર સાથે ભાડાના ફલેટમાં રહે છે. ફલેટ નં-207 જાનવી કેતન કાછડીયા પણ ભાડે રહે છે. શુક્રવારની રાત્રે કોઇ કારણોસર જાનવી સાથે અન્ય હરેશ અને અતુલ દેવસિંગ રાજપૂતના ફલેટના રસોડા તથા બેઠક રૂમની સ્લાઇડર બારીના કાચ તોડી ફલેટમાં ઘુસ્યા હતા. આ ઇસમોએ ફલેટમાં ઘુસી તોડફોડ કરી સામાન વેરવિખેર કરી પરિવારને માર માર્યો હતો. જ્યારે આ મામલે પરિવારે મકાન માલિક ભરતભાઇને ફરિયાદ કરતા આ શખ્સોએ મકાનમાલિકને પણ ધમકી આપી હતી.

ફરિયાદ થતાં આરોપીઓ પોલીસચોકી પર ઘસી જઇ ત્યાં પણ તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યુ હતુ.
ફરિયાદ થતાં આરોપીઓ પોલીસચોકી પર ઘસી જઇ ત્યાં પણ તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યુ હતુ.

જો કે મકાનમાલિક સહિત પિડીત પરિવારની દિકરી રશ્મિ રાજપૂતે જણાવ્યું કે ફલેટમાં ચાર-પાંચ ગુંડા ઘુસી તોડ-ફોડ કરતા રાત્રે 100 નંબર ડાયલ કરી કન્ટ્રોલ રૂમનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો. પરંતુ સંપર્ક ન થતા સાયણ આઉટ પોસ્ટનો નંબર મેળવી જાણ કરી હતી. આ મામલે દેવસિંગ રાજપૂતે રાત્રે જ ત્રણે આરોપી વિરૂધ્ધ સાયણ ચોકીમાં ફરિયાદ કરતા આરોપીઓ સહિત અન્ય શખ્સો સાયણ ચોકી ખાતે ઘસી ગયા હતા અને ચોકીને બાનમાં લીધી હતી.

જાણકારના જણાવ્યા મુજબ બે શખ્સો નશામાં હતા અને પોલીસની હાજરીમાં ચોકીના બે ટેબલ ઉપર મુકેલ કાચ, બારીના કાચ, વાહનોના કાચ તોડફોડ કરી હતી. આરોપીઓએ ફરિયાદીને માર મારી ફરિયાદી સહિત સરકારી પ્રોપર્ટીને નુકશાન કરતા તેમણે આપેલ ફરિયાદમાં સંતોષ માની પોલીસે ગુનો નોંધ્યો હતો. પરંતુ સરકારી મિલ્કતને નુકસાન કરેલ હોવા છતાં પોલીસ ફરિયાદી બની ન હતી. પોલીસે મહિલા સહિત બેને ઝડપી જેલ ભેગા કરી દીધા છે.

અન્ય સમાચારો પણ છે...