કામોનો શુભારંભ:સાયણમાં બાયોગેસ પ્લાન્ટ અને માર્કેટ બનાવાશે : મંત્રી

ઓલપાડ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
તાલુકામાં 5 કરોડથી વધુને વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરાયું. - Divya Bhaskar
તાલુકામાં 5 કરોડથી વધુને વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરાયું.
  • સાયણમાં નલ સે જલ યોજના સહિતના 4.5 કરોડના કામોનું ખાતમુર્હૂત કરાયું

સાયણ ગામે 4.05 કરોડના વિકાસકામો સાથે 30 લાખના ખર્ચે કુંભાર ફળીયાથી રૂંઢી ફળિયાને જોડતા રોડ સાથે 80 લાખના ખર્ચે બોક્ષ કલ્વર્ટની કામગીરી મળી કુલ .5.15 કરોડના વિકાસ પ્રકલ્પોનું રાજય કૃષિ મંત્રીના હસ્તે ખાતમુહુર્ત કરાયું હતું. સાયણ ગામે જાહેર સભાને સંબોધતા ગામમાં ઘન કચરાના નિકાલ માટે બાયોગેસ પ્લાન્ટ અને ફેરીયાઓ માટે એક સુવ્યવસ્થિત માર્કેટ ઉભું કરવાની તૈયારી બતાવવા સાથે રોગચારાનો મૃતક માસુમ બાળકના પરિવારજનોને સહાયનો ચેક અર્પણ કરાયો હતો.

સાયણ ગામમાં ‘નલ સે જલ કાર્યક્રમ’ હેઠળ પાણી પુરવઠા યોજનામાં સંપૂર્ણ ગામને ૫ ઝોનમાં વિભાજીત કરી 18 નવીન બોરવેલ, 23 મોટર, 22 હજાર મીટર પી.વી.સી. પાઈપ લાઈન, ભૂગર્ભ સંપ (4 નંગ), ઉંચી ટાંકી (4 નંગ), નવીન 161 નળ કનેક્શન, હયાત 494 નળ કનેક્શનનું રિપેરીંગ કામ, હયાત 2 અંડર ગ્રાઉન્ડ સંપ અને 3 ઉંચી ટાંકી તેમજ 4 પંપ હાઉસનું રિપેરીંગ કામ એમ કુલ રૂ. 4.05 કરોડના કામો. આ ઉપરાંત સિવણ ગામે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મંજૂર થયેલાં 51 આવાસો તથા નવનિર્મિત ગ્રામપંચાયતનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સાયણ ગામે જાહેરસભા સંબોધતા કૃષિમંત્રી મુકેશ પટેલે સાયણ ગામ સ્વચ્છ, સ્વસ્થ, સુઘડ બનાવવાની નેમ વ્યકત કરતાં જણાવ્યું હતું કે સાયણને કચરામુક્ત બનાવવા તાપી જિલ્લાની જેમ સાયણમાં પણ આવનારા દિવસોમાં બાયોગેસ પ્લાન્ટનું નિર્માણ કરીશું એમ જણાવતાં આગામી દિવસોમાં ગ્રામ પંચાયતની ચુંટણીમાં માત્ર નામ પૂરતા નહિ, પરંતુ કામ કરતા સરપંચને ચૂંટવાનું આહ્વાવાન સાયણના ગ્રામજનોને કર્યું હતું. આ સાથે રોડ પરના તમામ ફેરીયાઓ માટે એક સુવ્યવસ્થિત માર્કેટ ઉભું કરવામાં આવશે, જ્યાં તમામ પ્રકારના નાના વેપારીઓને પોતાનો વ્યાપાર કરવાની સરળતા અને સુવિધા મળી રહેશે, આ માર્કેટના કારણે ટ્રાફિકની સમસ્યાનો પણ ઉકેલ આવશે. વધુમાં જણાવ્યું હતું કે, પ્રજા સાથે ખભેખભા મિલાવીને તેમની દરેક સમસ્યાઓના નિરાકરણ માટે સરકાર કાર્યરત છે.

સાયણ ગામના આદર્શનગર-3 સોસાયટીમાં પંચાયતના અને ખાનગી પીવાના પાણીના બોરથી દુષિત પાણી મળતા ઝાડા ઉલ્ટીના ફેલાયેલા રોગચારામાં પરપ્રાંતીય પરિવારના 5 વર્ષના પુત્રનું મોટ થવાની ઘટનામાં પરિવાર આજે પણ આંસુ સારી રહ્યો છે જે ખુબ દુખની અને ગંભીર બાબત હોય મંત્રી મુકેશ પટેલ સમર્થ ચેરીટેબલ ટ્રસ્ટ માંથી રૂ. 51,000ની સહાયનો ચેક અર્પણ કર્યો હતો. આ સાથે ઓલપાડના નાગરિક સુનિતાબેનનું વીજળી પડતા મૃત્યુ નિપજતા મૃતકના પરિવારને સહાય પેટે રૂ. 4 લાખનો ચેક અર્પણ કરાયો.

અન્ય સમાચારો પણ છે...