તસ્કરી:સાયણ મુખ્ય માર્ગ પર આવેલું ભવાની‎ માતા મંદિર ચોરટાઓનાં નિશાન પર‎

ઓલપાડ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મંદિરના મુખ્ય દ્વાર અને તિજોરીના તાળા તોડી રોકડ ચોરી કરી, સદનસીબે અન્ય કિંમતી ચીજવસ્તુ ચોરાતા બચી

સાયણ વિસ્તારમાં ફરી સક્રિય થયેલી ચોર ટોળકીએ મંદિરને નિશાનો બનાવી ચોરીની ઘટનાને અંજામ આપવાની વાતે ગુરુવારની વહેલી સવારે સાયણ ખાતેના ભવાની માતા મંદિરને નિશાનો બનાવી તિજોરીના તાળા તોડી રોકડ રકમની ચોરી કરી લઈ જવાની ઘટના બની હતી.

ઓલપાડ તાલુકાના ગામડાઓમાં ફરી ચોર ટોળકી સક્રિય થયાનું ગુરુવારે સાયણ ગામે ભવાની માતા મંદિરમાં ચોરી થવાની ઘટના એ નોંધાયું છે. વિગતવાર હકીકત મુજબ સાયણ ગામે મુખ્ય માર્ગ પર ભવાની ચેમ્બર ને અડીને આવેલા ઐતિહાસિક અને માતાજીના ભકતો માટે આસ્થા અને શ્રદ્ધાના પ્રતીક સમાન ભવાની માતા મંદિર ને ગુરુવારની વહેલી સવારે ચોર ટોળકીએ નિશાનો બનાવ્યું હતું. મુખ્ય માર્ગ પર આવેલા મંદિરની અગાઉથી રેકી કરીને ચોર ટોળકી ચોરીનો પ્લાન બનાવી વહેલી સવારે આવી મંદિરના મુખ્ય દરવાજાના તાળા તોડી મંદિરમાં પ્રવેશ કર્યો હતો.

ચોર ટોળકીએ મંદિરમાં પ્રવેશી માતાજી ગર્ભ ગૃહ બહાર રાખેલી તિજોરીના તાળા તોડી તેમાં રાખેલી દાનની રોકડ રકમ ચોરી કરી હતી. ત્યાર બાદ ગર્ભ ગૃહના દરવાજા પર લાગેલા તાળા તોડી અન્ય તિજોરી તોડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યા બાદ માતાજીની પ્રતિમાઓ પર પહેરાવેલા ઘરેણાં સહિતની અન્ય ચીજ વસ્તુઓ યથાવત રાખી ચોરીની રોકડ રકમ લઈને ભાગી છૂટયા હતા.

જ્યારે સવારે મંદિરે આરતી પૂજા કરવા માટે આવેલા પૂજારી એ મંદિરનો મુખ્ય દ્વાર ખુલ્લો હોવા સાથે તિજોરીના તાળા તૂટેલા હોવાથી ચોરી થયાનું અનુમાન લગાવી ઘટના બાબતે મંદિરના વહીવટ કરતા ઓને જાણ કરી હતી. જ્યારે ભવાની માતાજીના મંદિરમાં ચોરી થવાની વાત વાયુ વેગે ગામમાં પ્રસરતા માતાજીના ભકતો મંદિરે ધસી આવી ઘટના બાબતે પોલસને જાણ કરી કાયદેસરની કાર્યવાહી કરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...