નવો અભિગમ:સાઇકલિંગ સ્પર્ધા યોજી ભાંડૂતે નવી પહેલ કરી, ક્રિકેટ,વોલીબોલ જેવી પ્રચલિત રમતથી આગળ ધપવાની પહેલ

ઓલપાડએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓલપાડ તાલુકાના ભાંડુત ગામે ગામના યુવાનોના અને આગેવાનોના સાહસે રન એન્ડ રાઇડર 13 ટીમ આયોજિત ગ્રામ્ય કક્ષાની પ્રથમ સાકલિંગ સ્પર્ધા યોજાઈ હતી. સાકલિંગ સાથે જુદી જુદી રમતોના રમતવીરોને પોત્સાહન પૂરું પાડવા માટે યોજાયેલી સ્પર્ધામાં રાજ્ય આથી મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.

ઓલપાડ તાલુકાના ભાંડુત ગામે સ્વાસ્થ્ય પ્રત્યે ની સભાનતા માટે એક અનેરી પહેલ કરવામાં આવી. વધતા જતા પેટ્રોલ ના ભાવ થી છુટકારો મેળવવા તેમજ તંદુરસ્તી જાળવવા સાવ સામાન્ય ખર્ચે સાકલિંગ કરવા ને વેગ આપવા માટે ભાંડુત ગામના જાગૃત યુવા અને પ્રા.શાળા કોબાના આચાર્ય ધર્મેશ મગનભાઈ પટેલ , તેમની ટીમ અને ગામના યુવા મિત્રોએ એક પહેલ શરૂ કરી. કોઈ પણ પ્રકારની ફી વગર માત્ર સાઈકલ લઈને આવી પાંચ, દશ અને પંદર કિમી ની સાઈકલ સ્પર્ધામાં જોડાવા માટે 160 રજીસ્ટ્રેશન કર્યા. ગામના સરપંચ હેમંત પટેલ તથા અગ્રણીઓ ની મદદ થી લોક સહયોગ મેળવ્યો.

હતો આ સ્પર્ધા નું સવારે ગામના જગદીશભાઈ પટેલ એ ફ્લેગ ઓફ કરાવ્યું હતું અને સ્વામિનારાયણ મંદિર થી લઇ દાંડી સુધીના સુનિયોજિત ટ્રેક પર આ પ્રવૃત્તિમાં બાળકો, મહિલાઓ, યુવાઓ અને વડીલો એમ ચાર વિભાગમાં 160 સ્પર્ધકો જોડાયા. તમામ કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય, અને તૃતીય ક્રમાંક ને આકર્ષક ટ્રોફી સ્વ. સોમાભાઈ સાહેબ ના સ્મરણાર્થે અર્પણ કરવામાં આવી. આ તબક્કે ગ્રુપના સિદ્ધિ હાસલ કરેલા દોડવીરો અને સાયકલિસ્ત મિત્રો નું સન્માન કરવામાં આવ્યું. દરેક સ્પર્ધકોને ટી શર્ટ કેપ અને મેડલ તેમજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...