કામગીરી:ઓલપાડમાં પૂર આવે તે પહેલા પ્રાંતે તંત્રને પત્ર લખી પાળ બાંધી!

ઓલપાડ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગત વર્ષે પાળા તોડવા પત્ર બાદ કામગીરી થઇ નથી

લેન્ડ ગ્રેબરોએ સેના ખાડી પર દબાણ કરી બનાવેલા ગેરકાયદે જિંગા તળાવોને લઈને વરસાદી પાણીના નિકાલમાં અવરોધ થતા ઓલપાડ તાલુકાના ગામોમાં પાણીનો ભરાવો થતા પુર જેવી પરિસ્થતિ સર્જાઇ હતી. ગત વર્ષે ગંભીર પરિસ્થતિ સર્જાતા ગેરકાયદે તળાવના પાળા તોડવા પ્રાંતે પત્ર લખ્યાના એકવર્ષ સુધી કામગીરી ન કરી હવે ચોમાસું આવતા ફરી પત્ર લખ્યો છે.

ઓલપાડ કાંઠાના ગામોમાં વરસાદી પાણીનો નિકાલ અરબી સમુદ્રને જોડતી સેના ખાડી થકી થાય છે. ત્યારે ગેરકાયદે જિંગા તળાવ બનાવી સેના ખાડી પર દબાણ કર્યુ છે. ખાડીમાં પુરાણ થતાં વરસાદી પાણીનો નિકાલ નથી થતો. ગત વર્ષની વાત કરીએ તો ભારે વરસાદે ઓલપાડમા વરસાદી પાણીનો ભરાવો થતા પુર સર્જાતા સેવાસદનમાં પણ પાણી ફરી વળ્યા હતા.

ઓલપાડ પ્રાંતે સેના ખાડી પર બનેલા ગેરકાયદે જિંગા તળાવોના પાળા તોડી પાડવા તંત્રને પત્ર લખી કામગીરી કરવા જણાવેલું,પરંતુ અત્યાર સુધી એક પણ ગેરકાયદે તળાવના પાળા તોડવાની કામગીરી નથી કરાઈ ત્યારે ફરી ચોમાસું આવતા પુરના પાણી ભરાય તે પહેલા પાળ બાંધવાનું વિચારી ઓલપાડ પ્રાંતે ફરી જિંગા તળાવના પાળા તોડવાનો પત્ર લખી જવાબદારીથી હાથ ખંખેરી લેવા જેવું કર્યું છે.

તમામ ખાડી પર દબાણ દૂર કરાશે
ઓલપાડ તાલુકાના ગામોમાંથી વરસાદી પાણીના નિકાલ વાળી સેના ખાડી, કીમ ખાડી સહિતની અન્ય તમામ ખાડી જે જેના પર ગેરકાયદેસર જિંગા તળાવ કે અન્ય રીતે દબાણ કરવામા આવ્યું હોય તે તમામ દબાણ દુર કરવાની કામગીરી તાત્કાલિક અસરથી કરવામાં આવશે. આવનારા દિવસોમાં ખાડી ખોડી ને તેમાંથી પાણીના નીક્લા માટે પણ તમામ યોગ્ય કામગીરી કરવા વહીવટી તંત્રને સુચના આપવામાં આવી છે.> મુકેશ પટેલ, ધારાસભ્ય

અન્ય સમાચારો પણ છે...